Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રાધારમણ સ્‍વામી, વિવેકસાગર સ્‍વામી, અમેરિકા સ્‍થિત ડો. રાજેષ પટેલ વગેરે અકિલા પરિવારના દુઃખમાં સહભાગી

રાજકોટ : ગયા મંગળવારે તા. ૩૧ જાન્‍યુઆરીએ અકિલા પરિવારના શ્રીમતી વીણાબેન અજિતભાઇ ગણાત્રાએ અનંતયાત્રાએ પ્રયાણ કરતા અકિલા પરિવારના અને ગણાત્રા પરિવારના દુઃખમાં ભાગ લેવા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આવી રહ્યા છે. આજે શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ભૂપેન્‍દ્ર રોડના કોઠારી શ્રી રાધારમણ સ્‍વામી તથા બાલાજી હનુમાન મંદિરના શ્રી વિવેકસાગર સ્‍વામીએ હરિભકતો સાથે ગણાત્રા પરિવારની મુલાકાત લીધેલ. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા, એકઝીક્‍યુટીવ એડિટર શ્રી નિમિષ ગણાત્રા વગેરે સાથે ચર્ચામાં જીવનના મહિમાનો ઉલ્લેખ કરી સ્‍વ. વીણાબેનને શ્રધ્‍ધાંજલી અર્પી હતી. સંતોએ સમગ્ર સત્‍સંગ સમાજની લાગણી અકિલા પરિવાર સાથે હોવાનું જણાવ્‍યું હતું. આ તકે જીતુભાઇ રાધનપુરા,અરુણ નિર્મળ, નૃપેશકુમાર શીંગાળા સાથે રહ્યા હતા. ઉપરાંત મૂળ ગોંડલ પાસેના ચરખડીના વતની અને વર્ષોથી યુ.એસ.માં સ્‍થાયી થયેલા ડો. રાજેષ (રાજ) પટેલ તથા ભારતના પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથિરીયા પણ અકિલા પરિવારના આંગણે આવેલા. તેમણે પણ સ્‍વ. વીણાબેનના દેહવિલય અંગે દુઃખની લાગણી વ્‍યકત કરેલ. -ડો. રાજ પટેલએ અમેરિકામાં અકિલાની લોકપ્રિયતાની વાતો કરી હતી. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(4:05 pm IST)