Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રીક્ષાચાલકનો તમામ આરોપોમાંથી નિર્દોષ છુટકારો

આઈ.પી.સી. અને મોટર વ્‍હીકલ એકટની જુદી જુદી કલમો લગાડાયેલ

રાજકોટઃ આ કેસની વિગત એવી છે કે, સને ૨૦૧૯ના જુલાઈ માસના રાતના  સમયે નાગેશ્વર સોસાયટી, જામનગર રોડ ખાતે આ કામના ફરીયાદીઓ કારમાં આવતા હોય અને સામેથી રીક્ષાચાહક માધુભા ઝાલુભા વાઘેલા આવીને તેમની કાર સાથે રીક્ષા અથડાયેલ તેવું જણાવી, રીક્ષાચાલક પર પોલીસ ફરીયાદ કરીને આઈ.પી.સી. ૨૭૯, ૩૩૮ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના તહોમત લગાડેલ. જેમાં આરોપીની અટક બાદ તેને જામીન પર મુકત કરાવામાં આવેલ અને કોરોનાકાળ દરમ્‍યાન કેસ કોર્ટ આવતા આરોપી વતી વકિલ શ્રી વિપુલ આર. સોંદરવા દ્વારા અનુક્રમે ફરીયાદી, સાહેદો, પંચો અને પોલીસ તપાસનીસ અધિકારીને કોર્ટ રૂબરૂ તપાસી રીક્ષાચાલક દ્વારા તેમના પર લગાવેલી કલમો મુજબનો કોઈ ગુન્‍હો બનતો ન હોય. તેવું સાબીત કરી આપેલ હતું.

જેથી હાલમાં રાજકોટના મહે.૧૩માં એડી.ચીફ જયુડી. મેજીસ્‍ટ્રેટ મેડમ શ્રી જે.વી. પરમારની અદાલતમાં આ કામના તહોમતદાર માધુભા ઝાલુભા વાઘેલાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં તહોમતદાર વતી એડવોકેટ શ્રી વિપુલ આર. સોંદરવા તથા સોનલ એમ. સોંદરવા રોકાયેલા છે.

(4:31 pm IST)