Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વાલ્‍મિક સમાજના કલાકારો વચ્‍ચે યોજાઇ ભજન સ્‍પર્ધા

રાજકોટ : પરસાણાનગરમાં મગનભાઇ વિનુભાઇ ઝાલા તથા રાજુભાઇ વિનુભાઇ ઝાલા દ્વારા તેમના માતા-પિતા અને મગનભાઇના પત્‍નિના સ્‍મરણાર્થે સૌરાષ્‍ટ્ર કચ્‍છના વાલ્‍મિક સમાજના ભજનીકો માટે એક ભજન સ્‍પર્ધા રાખવામાં આવી હતી. જેમાં નિર્ણાયક તરીકે આકાશવાણીના નિવૃત પ્રોગ્રામ એકઝીકયુટીવ અને મેઘાણી કથાના ગાયક શાંતિલાલ રાણીંગા, આકાશવાણીના માન્‍ય ગાયક પ્રવિણભાઇ વ્‍યાસ અને જાણીતા ભજન ગાયક કુમાન નિમાવતે સેવા આપી હતી. ૧૫ કલાકારોએ ભજન રજુ કર્યા હતા. જેમાંથી પ્રથમ કુ. વિજયાબેન વાઘેલા - ઘીયાવડ, બીજા સ્‍થાને ધીરૂભાઇ ઝાલા - પોરબંદર અને ત્રીજા સ્‍થાને હરેશભાઇ બાબુભાઇ વાઘેલા વિજેતા જાહેર થયા હતા. જેઓને અનુક્રમે રૂ.૫ હજાર, રૂ.૩ હજાર અને રૂ.૨ હજાર ઇનામરૂપે આપી સન્‍માનીત કરાયા હતા. ભાગ લેનાર દરેકને પણ પ્રોત્‍સાહીત કરાયા હતા. ઉપસ્‍થિત વડીલો, ભકતો, મહંતો, કોટવાળશ્રીઓને પણ સન્‍માનિત કરાયેલ. તેમજ ૮૦ દિકરીઓને ચાંદીની ગાય અને તુલસી કયારો વાઘેલા તથા ઝાલા પરિવાર તરફથી અપાયા હતા. તેમ ગોવિંદભાઇ વાઘેલાની યાદીમાં જણાવાયુ છે.

(3:07 pm IST)