Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જંકશન પ્‍લોટ રોડ પર ‘હિટ એન્‍ડ રન' કારે હડફેટે લેતા અજાણ્‍યા યુવાનનું મોત

અકસ્‍માતનો ભોગ બનનાર યુવાન વાલી વારસની પ્રનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ,તા. ૮ : શહેના જંકશન પ્‍લોટ મેઇન રોડ પર હિટ એન્‍ડ રન'ની ઘટનામાં કારના ચાલકે ઠોકર મારતા અજાણ્‍યા યુવાનનું મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ જંકશન પ્‍લોઠ મેઇન રોડ પર શેરી નં. ૫/૯ના ખૂણા પાસે જઇ રહેલા આશેર ૨૬ વર્ષના અજાણ્‍યા યુવાનને અજાણી કારના ચાલકે પુરઝડપે આવી યુવાને હડફેટે લેતા તેને માથા તથા પગમાં ગંભીર ઇજા થઇ હતી. અકસ્‍માત સર્જી ચાલક કાર લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા પ્રનગર પોલીસ મથકના પીએસઆઇ એ.આર.વરૂ સહિતે સ્‍થળ પર પહોંચી મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો પ્રનગર પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર  સંપર્ક કરવા જણાવાયું છે.

(3:36 pm IST)