Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વિકાસ સહાયની સમજાવટથી મોટા ગજાના બુટલેગરે કાયમ માટે દારૂનો ધંધો બંધ કરી દીઘેલ

રાજયના મુખ્ય પોલીસવડા જયારે ડીસીપી હતા ત્યારે તેમના માટે ગૌરવ થાય તેવી ઘટનાની રસપ્રદ કથા : ૧૯૮૯ બેચના ખૂબ સ્વચ્છ છબી અને માનવીય અભિગમ ધરાવતા આ આઇપીઍસ ઍક માસુમ બાળકના માનસ પર અવળી અસર ન પડે તે માટે કાર્યવાહી કર્યા વગર જ ચાલ્યા ગયા હતા

રાજકોટ તા.૮: રાજયના મુખ્‍ય પોલીસવડા તરીકે રાજય પોલીસ તંત્રમાં ખૂબ ઊંચી છાપ અને સ્‍વચ્‍છ છબી માટે જાણીતા એવા ૧૯૮૯ બેચના આઇપીએસ વિકાસ સહાયને મુખ્‍ય પોલીસ. વડા તરીકે પસંદગી કરવામાં આવી છે ત્‍યારે આ સિનિયર આઇપીએસને કારણે ગુજરાતના એક સમયના ખુબ મોટા બુટલેગરને તેમની સમજાવટ અને તે સંદર્ભે ઘટેલ એક માનવીય ઘટનાને કારણે ટ્રકોના જેનો દારૂ ગુજરાતમાં ઠલવાતો તેવા એક સમયના ખૂબ મોટા ગજાના મૂળ રાજસ્‍થાનના અને ગુજરાતમાં વસેલ આ બુટલેગર દ્વારા ખુબ મોટી કમાણી છતા ધંધો ત્‍યજી દીધેલ તેની આખી કથા જણાવી ખુબ રસપ્રદ બની રહશે.

પોતાની ઇમાનદારી માટે જાણીતા વિકાસ સહાય અમદાવાદમાં ડીસીપી તરીકે કાર્યરત હતા તે સમયે તેમને તેમના જ એપાર્ટમેન્‍ટમાં ખુબ મોટા ગજાના બુટલેગર રહેતા હોવાની જાણ થતા તેઓ ત્‍યાં અને બેલ મારી, દરવાજો ખૂલ્‍યો ત્‍યારે તેમણે જોયુ કે એક ખુબ સીધી સાદી મહિલા ત્‍યા હાજર હતી. આ દરમિયાન તેમણે નજર કરી તો એક બાળક સુતો હતો તેણે વિકાસ સહાયને જોઇ ડરથી ફરી માથે ઓઢી લીધું, પણ વિકાસ સહાયએ બાળકને ઓળખી ગયા, એ છોકરો પોતાને ત્‍યા રમવા આવતો હતો. આ દૃશ્‍ય જોયા બાદ એક માસુમ બાળક અને તેમના ખુબ સીધા સાદા અને સરળ પ્રકૃતિના પત્‍નીની ઉપસ્‍થિતિમાં ઘેરથી પકડી લઇ જાય તો એ માસુમ બાળકને ખુબ મોટો આઘાત લાગે, એટલે તે જ તે  સમયના ખુબ મોટા ગજાના બુટલેગરને પકડયા વગર પાછા જતા રહયા

જેમની સામે અસંખ્‍ય કેસ હતા એવા આ જેતે સમયના દારૂના ધંધાથી હોવા છતા દારૂ કદી ચાખ્‍યો ન હતો. એટલુ જ નહિ કદી પાન ફાકી પણ અડયા ન હતા. એમના પત્‍ની પણ તેમને વારંવાર દારૂનો ધંધો મૂકી દેવા અને તેમના માસુમ પુત્ર દ્વારા પણ ઘણી વખત તેમના મમ્‍મીને આપણે વારંવાર કેમ ઘર બદલવા પડે છે તેવા સવાલો થતા હોવાનુ પણ જણાવાયુ હતુ

આ દરમિયાન તે સરખેજ પોલીસમથકે હતા તે દરમિયાન તેમને વિકાસ સહાય મળ્‍યા અને પોતાને શાંતિથી મળવા બોલાવ્‍યા. વિકાસ સહાય જેવા અધિકારી પોતાને ખાસ મળવા આવ્‍યા અને ત્‍યારબાદ રૂબરૂ બોલાવતા તે તેમને મળ્‍યા ત્‍યારે વિકાસ સહાય દ્વારા તેમના દારૂના ધંધાને કારણે તેમના માસુમ બાળક પર તેની અસર થાય છે. તેમના સીધા, સરળ પત્‍ની છે ત્‍યારે આટલુ સારુ પરિવાર છતા તેવો તેમનો કેમ વિચાર કરતા નથી તે ખુબ લાગણીથી સમજાવ્‍યુ અને એક સમયના ખુબ મોટા ગજાના બુટલેગર પર ખુબ મોટી અસર થઇ અને ત્‍યારબાદ એ ખુબ સારા માનવી દ્વારા મોટી આવકવાળા દારૂના ધંધાને કાયમ માટે તિલાંજલી આપી દીધી. આમ મુખ્‍ય પોલીસવડા વિકાસ સહાય અને જે તે સમયના ડીસીપી તરીકે ફરજ બજાવનાર આ માનવીય અભિગમ અને માયાળુ સ્‍વભાવને કારણે એક પરિવાર બચી ગયુ

(4:25 pm IST)