Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

તીર્થધામ જવા સતત રપ વર્ષથી બસની નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા કરતા મયુર શાહ

તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ની પૂણ્‍યતિથીએ

રાજકોટ,તા. ૮ : ગોંડલ સ્‍થાનકવાસી જેન સંપ્રદાયનાં તપસમ્રાટ ગુરૂદેવ પૂ.રતિલાલજી મહારાજનાં રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર સાત હનુમાનજી મંદિર સામે આવેલ સમાધિ સ્‍થળ તીર્થધામ ખાતે પૂજ્‍ય ગુરૂદેવની પૂણ્‍યતિથિએ એચ.જે.સ્‍ટીલ પરિવારનાં વિનોદભાઈ દોશીનાં આર્થિક સહયોગથી છેલ્લા ૨૪ વર્ષથી શહેરના વિવિધ ઉપાશ્રયેથી અને અન્‍ય પોઈન્‍ટ ઉપરથી તીર્થધામ જવા-આવવા વિના મુલ્‍યે બસ સેવા સમર્પિત કરાય છે. આ વખતે એટલે સતત ૨૫માં વર્ષેપણ ભાવિકો માટે બસની નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા પણ કરવામાં આવેલ છે.

છેલ્લા ૨૪ વર્ષથી દર વર્ષે પૂજ્‍ય ગુરૂદેવ તપસમ્રાટ રતીલાલજી મહારાજની પૂણ્‍યતિથિએ  શહેરથી તીર્થધામ જવાની વિવિધ પોઈન્‍ટ ઉપરની બસ સેવા પૂ.ગુરૂદેવનાં અનન્‍ય સેવક અને જૈન સાશનના સુશ્રાવક મયુરભાઈ શાહ (મો.૯૪ર૮ર ૦૦૦૭પ) દ્વારા સમગ્ર સંચાલન અને  વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. મયુરભાઈ શાહનાં આ સેવાકાર્યની અગ્રણીઓ અને ભાવિકો દ્વારા અનુમોદના થઈ રહી છે. આ વ્‍યવસ્‍થામાં સદર ઉપાશ્રયનાં વિમલભાઈ શેઠનો પણ સહયોગ મળી રહયો છે.

(3:42 pm IST)