Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

શાપરમાં કારખાનેદાર દિપ ડાંગર પર હજાર રૂપરડી માટે મિત્રોનો છરીથી હુમલો

પગની નસ કપાઇ જતાં ગંભીર ઇજા સાથે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૮: શાપર વેરાવળમાં એક યુવાન પર હીચકારો હુમલો કરવામાં આવતાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ શાપર શાંતિધામમાં દિપ અમૃતલાલ ડાંગર (ઉ.વ.૨૮) પર છરી વડે હુમલો થતાં ગંભીર ઇજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો છે. અભી, જયુ અને એક અજાણ્‍યા શખ્‍સે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવતાં શાપર પોલીસે તપાસ શરૂ કરી છે. હુમલાને કારણે નસ કપાઇ ગઇ હોઇ ઓપરેશન કરવામાં આવ્‍યું હતું.

વધુ માહિતી મુજબ દિપ અને તેના ભાઇ શાપરમાં કારખાનુ ચલાવે છે. હુમલાખોરો દિપના જ મિત્રો છે તેણે અગાઉ એક હજાર ઉછીના આપ્‍યા હોઇ હવે તે પાછા આપતાં ન હોઇ દિપે વારંવાર ઉઘરાણી કરી હતી. એ પછી દિપ પાનની દૂકાને ઉભો હતો ત્‍યારે બે જણાએ આવી તું શું ઉઘરાણી કર્યા રાખે છે? કહી ઝઘડો કરી છરી ઝીંકી દીધી હતી. શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)