Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ભાગવતજીએ પંડીત શબ્‍દ પ્રયોગ કરેલ, જેનો અર્થ વિદ્વાન : કશ્‍યપ શુકલ

મુંબઇ ખાતે સંત રૈદાસજીની જન્‍મજયંતિ પ્રસંગે

રાજકોટ, તા. ૮ :  બ્રહ્મ સમાજના આગેવાન કશ્‍યપ શુકલએ એક યાદીમાં જણાવ્‍યું હતું કે, મુંબઇ ખાતે તા. પ ના રોજ સંત શિરોમણીશ્રી રૈદાસની જન્‍મજયંતિ પ્રસંગે ડો. મોહનજી ભાગવતે આપેલું નિવેદન ‘‘સત્‍ય એ છે કે હું બધા પ્રાણીઓમાં સમાનરૂપથી નિવાસ કરૂ છું. નામ-રૂમ કોઇપણ હોય, પરંતુ યોગ્‍યતા, માન-સન્‍માન એક છે. જાત-પાતના કોઇ ભેદ નથી. શાષાોના આધારે પંડીતો (વિધ્‍વાનો) જે કહે છે. (જાતિ આધારિત ઉંચ-નીચે) એ જુઠ છે. ''

તેઓ પોતાનું વકતવ્‍ય મરાઠીમાં આપતા હતા. મિડીયા બ્રોડકાસ્‍ટર્સએ અનુવાદમાં ભુલ કરેલ અને પંડીત' શબ્‍દનો અર્થ ‘‘બ્રાહ્મણ'' ચલાવ્‍યો. જે ભૂલ જે-તે  બોડકાસ્‍ટર્સે સ્‍વીકારેલી છે. અહીં પંડીત' શબ્‍દનો અર્થ વિદ્વાન' થાય છે. બ્રહ્મણ' નહિ. ડો.ભાગવતે અહીં બ્રાહ્મણ' શબ્‍દનો ઉલ્લેખ પણ કરેલ નથી. આથી આવા ખોટા અર્થઘટનમાં ન આવતા ડો. ભાગવતએ સમાજની એકતા અખંડીતતા અને ભારતને વિશ્વગુરૂ બનાવવાનો જે સંદેશ સમાજને આપ્‍યો છે. તે અનુસરવા તમામ જ્ઞાતિ બંધુઓને અનુરોધ  કરાયો છે.

(4:19 pm IST)