Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

જંકશન રોડ નાગરિક બેંક પાસેથી અજાણ્યા વૃધ્ધાની લાશ મળી

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૮: જંકશન મેઇન રોડ પર નાગરિક બેંક પાસે અજાણ્યા આશરે ૬૫ થી ૭૦ વર્ષના વૃધ્ધા બેભાન પડ્યા હોઇ કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટીએ તેમને મૃત જાહેર કરતાં પ્ર.નગરના હેડકોન્સ. વી. બી. રાજપૂત અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકે કેસરી સાડી અને રાખોડી બ્લાઉઝ પહેર્યુ છે. તસ્વીરમાં દેખાતા આ વૃધ્ધાના કોઇ સગા પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:39 am IST)