Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મેહુલ દવેને રાજકોટ મૂકાયા, કોરોના સંદર્ભે ખાસ જવાબદારી

રાજકોટ, તા. ૮ :. મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા આઈ.એ.એસ. કેડરના અધિકારી શ્રી મેહુલ દવેને સરકારે ૩૧ મે સુધી રાજકોટમાં કોરોના સંદર્ભે ખાસ જવાબદારી સોંપી છે. કલેકટર તેમને કામગીરીની ફાળવણી કરશે. (મો. ૯૯૭૮૪ ૧૨૦૩૯).

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મેહુલ દવે અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચૂકયા છે. શહેર-જિલ્લાની પરિસ્થિતિથી વાકેફ  છે. તેમની કામગીરી કોરોના નિયંત્રણમાં ઉપયોગી બનશે.

(11:40 am IST)