Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

નંબરવાળા ચશ્મામાંથી આઝાદી મેળવોઃ ગદ્રે આઈ કેર સેન્ટરમાં નવું એકસાઈમર લેઝર મશીન

કોઈપણ વાઢકાપ વગર આંખની સારવાર, યુ.એસ.એફ.ડી.એ. દ્વારા સર્જરીને માન્યતાઃ ડો.સંજય ગદ્રે, ડો.દેવ્યાની ગદ્રે, ડો.ધ્રુવ વોરાહ

રાજકોટ,તા.૮: રાજકોટ જ નહીં, પરંતુ છેલ્લા ૩૩ વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજાની સેવામાં મોખરેનું સ્થાન ધરાવે છે. આ સુપર સ્પેશીયાલીટી આંખની હોસ્પિટલના પ્રમુખ સંચાલક અને વિખ્યાત આઈ સર્જન ડો.સંજય ગદ્રે હોસ્પિટલની સ્થાપનાથી જ આંખના દર્દીઓ માટે તદ્દન આધુનીક અને સુવીધા યુકત સારવાર પુરી પાડવામાં અગ્રેસર રહ્યા છે. ત્યારે વધુ એકવાર દર્દીઓને નંબરવાળા ચશ્મામાંથી આઝાદી અપવવા ગદ્રે આઈ કેર સેન્ટર દ્વારા અતિ આધુનીક એલ્કોન વેવેલાઈટ એકસાઇમર લેસર મશીન વસાવાયુ છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, મોટાભાગના લોકો નંબરવાળા ચશ્માને બોજ માને છે. ચશ્મા વ્યકિતની પર્સનાલીટીમાં કયાંક ને કયાંક અવરોધ રૂપ બને છે તેવુ માની રહ્યા છે. પરંતુ હવે આ માટે શરમાવાની કે ગભરાવવાની જરૂર નહી રહે. કારણ કે ગદ્રે આઈ કેર સેન્ટર દ્વારા લોકોને નંબરવાળા ચશ્મામાંથી મુકિત અપાવવા આધુનીક એકસાઈમર લેસર મશીન વસાવવામાં આવેલ છે. યુ.એસ. એફ.ડી.એ. દ્વારા સર્જરીની માન્યતા પ્રાપ્ત થયેલ આ મશીનનું સંચાલન રીફ્રેકટીવ સર્જરી વિભાગના હેડ ડો..દેવ્યાની ગદ્રે- વોરાહ કરી રહ્યા છે. કોઈપણ વાઢકાપ વગર દર્દીની આંખની સારવાર કરી આ મશીનથી પુરેપુરા નંબર ઊતારી દર્દીને ૧૦૦ ટકા કરતા વધુ સારી દ્રષ્ટી આપવા પ્રયાસ થઈ રહ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

ડો.ધ્રુવ વોરાહ (ગર્દે આઈ કેર સેન્ટરના વીટ્રીઓ રેટીનલ સર્જન) દ્વારા આંખની વિગતવાર તપાસ કરવામાં આવશે અને આ તપાસમાં રેટીના ચેકઅપ પણ કરવામાં આવશે અને ત્યારબાદ જો તમારી આંખ લેસર ટ્રીટમેન્ટ માટે સક્ષમ હશે તો કાર્યવાહી માટે અનુકુળ દિવસ નકકી કરવામાં આવશે. તેમ યાદીનાં અંતમાં જણાવાયું છે.

(3:24 pm IST)