Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

આજી ડેમ ચોકડી પાસેના ઓવરબ્રીજની દુર્ઘટનાના કેસમાં મેનેજર અને કોન્ટ્રાકટરની જામીન અરજી મંજુર કરતી કોર્ટ

રાજકોટ, તા., ૮: આજી ડેમ ચોકડી ઓવર બ્રીજ દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવાનોના મૃત્યુના થયાના ગુનામાં બે અધિકારીઓના જામીન મંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આજી ડેમ ચોકડીના ઓવર બ્રીજની જમણી સાઇડની દીવાલનો આશરે ૧પ મીટર જેટલો ભાગ ગઇતા.૮-૬-ર૦ર૦ના રોજ એકાએક તુટી પડતા બે યુવાન તેના વાહન સહીત દબાઇ જતા તેના મોત નિપજયા હતા. આ ઘટનામાં સરકારે મેજીસ્ટેરીયલ તપાસના આદેશ કર્યા હતા. તેનો પ્રાથમીક અહેવાલ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા ન્યુ દીલ્લીને મોકલી અપાયો હતો. તેના આદેશ અનુસંધાને જે તે વખતના બ્રીજના કન્સેશ્નર બાંધકામ વખતના તે વખતના ઇન્ડીપેન્ડન્ટ એન્જીનીયર અને હાલનાં ઇન્ડીપેન્ડન્ટ એન્જીનીયર વિરૂધ્ધ અંતે બેદરકારી પુર્વક નબળુ, હલ્કી ગુણવતાનું ક્ષતીવાળુ બાંધકામ કરતા બ્રીજની દીવાલનો એક ભાગ તુટી જતા બે વ્યકિતના મોત નિપજયા અંગેની ફરીયાદ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં તા.૧૭-૧૧-ર૦ર૦ના રોજ ફરીયાદી શ્રી પંકજકુમાર રમેશપ્રસાદ રોયનાઓએ ફરીયાદ નોંધાવી હતી.

આ બનાવ બાબતે સરકાર દ્વારા કલેકટર અને જીલ્લા મેજી. મારફત મેજીસ્ટ્રેરીયલ ઇન્કવાયરી કરાવેલ હતી અને તેના આધારે માર્ગ અને મકાન વિભાગના સચીવશ્રી એસ.બી.વસાવાએ તા.૩-૯-ર૦ર૦ના પત્રથી ડો.સુખબીરસિંઘ સંઘુ આઇ.એ.એસ. ચેરમેનશ્રી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા ન્યુ દીલ્લીને તપાસ અહેવાલ મોકલ્યો હતો. જેના આધારે જે તે વખતના કન્સેશ્નર અને બાંધકામ વખતના ઇન્ડીપેન્ડન્ટ એન્જીનીયર અને હાલના ઇન્ડીપેન્ડન્ટ એન્જીનીયર વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવા અધિકૃત અધિકારીને આદેશ કર્યા હતા. જે આદેશના આધારે ફરીયાદીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે એલીસામેક્ષ કંપનીમાં મેઇન્ટેનન્સ મેનેજર તરીકે કામ કરતા (૧) દીલીપસીંગ બલરાજસીંગ પુનીયા તથા (ર) ડબલ્યુજીઇએલ કંપની પાસેથી સબ કોન્ટ્રાકટ મેળવનાર ગીરીશભાઇ વસંતરાય મહેતા ફરજ બજાવતા હતા. આમ આરોપી દીલીપસીંગને હાલનાં ઇન્ડીપેન્ડેન્ટ એન્જીનીયર તરીકે ગણીને અટક કરવામાં આવેલ હતા. આમ બંને અધિકારીઓની ઉપરોકત ગુનાના કામે ધરપકડ થઇ જતા રાજકોટ સેસન્સ કોર્ટમાં તેમના એડવોકેટ મારફત જામીન અરજી કરેલ હતી.

ઉપરોકત બંને આરોપીઓની જામીન અરજીમાં બંને પક્ષકારોએ વિગતવારની દલીલો કરતા જણાવેલ હતુ કે, હાલનો બનાવ અકસ્માતનો હોવા છતા પોલીસે તદન ખોટી રીતે આઈ.પી.સી. કલમ-૩૦૪ હેઠળનો ગુનો નાંધાયેલ છે અને હાલનાને તદન ખોટી રીતે પોલીસે અટક કરેલ છે અને હાલના ગુનામા કશુ જાણતા ન હોવા છતા હાલના ગુનામાં તદન ખોટી રીતે ફીટ કરી દેવામાં આવેલ હોવાનુ કોર્ટને જણાવેલ હતુ. નામ. કોર્ટે બંને પક્ષકારોની દલીલો અને

પોલીસ, પેપર્સ ઘ્યાને લઈને ઉપરોકત બંને આરોપીઓને રૂપિયા વીસ-વીસ હજારનાં જામીન પર અમુક શરતોને આધીન મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ  કામના આરોપીઓ (૧) દીલીપસિંગ બલરાજસીંગ પુનીયા (૨) ગીરીશભાઈ વસંતરાય મહેતા તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના એડવોકેટશ્રી અંશ ભારઘ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, અમૃતા ભારઘ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત, રાકેશ ભટ, કમલેશ ઉઘરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્રકાનાબાર, તારક સાવંત, કિશન ટીલવા, શ્રેયસ શુકલ, જીજ્ઞેશ લાખાણી, ગૌરાંગ ગોકાણી, નીલ શુકલ, કૃણાલ દવે, નૈમીશ જોશી, ચેતન પુરોહીત, યોગી ત્રિવેદી, અબ્દુલ સમા, અનીતા રાજવંશી રોકાયા હતા.

(3:25 pm IST)