Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને કસરતોથી સાજા કરવામાં ફિઝીયોથેરાપીસ્ટ ટીમની ખુબ મહત્વની ભુમિકા

રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થતાં દર્દીઓને તમામ સારવાર સુવિધા વિનામુલ્યે અપાય છે. કોરોનાના દર્દીઓને સાજા કરવામાં જેટલી મહેનત તબિબો, નર્સિંગ સ્ટાફ કરે છે  અને બીજો સ્ટાફ કરે છે એટલી જ ઉપયોગી મહેનત ફિઝીયોથેરાપીસ્ટની ટીમો પણ કરે છે. સિવિલ હોસ્પિટલમાં જે કોરોના દર્દીઓમાં ઓકિસજન લેવલ ઘટી ગયું હોય તેમને ફિઝીયોથેરાપીસ્ટની ટીમ ખાસ કસરતો શીખવે છે અને પોતાની દેખરેખ હેઠળ દર્દીઓને આવી કસરતો કરાવે છે. જેમાં ખુબ મહત્વની કસરત છે ઉંધા સુવાની. ફિઝીયોથેરાપીસ્ટ કહે છે કોરોના દર્દી જો ત્રણ-ચાર કલાક ઉંધા સુઇ શકે તો તેમનું ઓકિસજન લેવલ ઉપર જ રહે છે. ૩૪ વર્ષના ગૃહિણી પ્રિતિબેન ટાંકને શરદી ઉધરસ અને તાવ હતો. સિવિલમાં ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવતાં દાખલ કરવામાં આવ્યા હતાં. શરૂઆતમાં ચાર દિવસ ઓકિસજન પર રખાયા હતાં. એ દરમિયાન ખુબ જ સારી સારવાર કરવામાં આવી હતી. એ પછી તેમને સાદા ઓકિસજન માસ્ક પર રખાયા હતાં. સાથે તેની ફિઝીયોથેરાપી કસરતો પણચાલુ થઇ હતી અને ઓકિસજન લેવલ વધી ગયું હતું.  પ્રિતિબેને કહ્યું હતું કે સિવિલમાં મને જે સારવાર મળી તેનાથી હું સંતુષ્ટ છું અને સ્વસ્થ થઇ છું. ખાનગીમાં આ સારવાર ખુબ ખર્ચાળ નિવડી હોત.

(12:39 pm IST)