Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

શહેરના ૪૫ વર્ષથી ઉપરના રસીકરણ કેન્દ્રોમાં ટોકન સીસ્ટમની વ્યવસ્થા કરવા પુષ્કર પટેલની અધિકારીઓને સુચના

વેકિશન સેન્ટર પર સેનિટાઇઝની સુવિધા રાખવા સ્ટે.ચેરમેનને સંબધિત વિભાગને જણાવ્યુ

રાજકોટ, તા. ૮ :. શહેરમાં આવેલ ૪૫ વર્ષથી ઉપરનાં લોકો માટેનાં રસીકરણ કેન્દ્ર પર ટોકન સીસ્ટમ અને સેનિટાઇઝ વ્યવસ્થા કરવા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે આરોગ્ય અધિકારીને સુચના આપી છે.

શહેરનાં વિવિધ ૨૪ સ્થળો પર ૪૫ વર્ષથી ઉપરનાં લોકો માટે વેકિશન આપવામાં આવી રહી છે ત્યારે છેલ્લા બે - ત્રણ દિવસથી અમુક સેન્ટર પર ફરિયાદો ઉઠી રહી  છે. આ ફરીયાદ નિવારવા આજે સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ આરોગ્ય અધિકારી ડો.લલીત વાજાને રસીકરણનાં કેન્દ્રો  ટોકન સીસ્ટમની વ્યવસ્થા કરવા સુચના આપી હતી. તેમજ અમુક સેન્ટરો પર સેનિટાઇઝની સુવિધા રાખવા જણાવ્યુ હતુ.

આજ સુધીમાં ૩ લાખે પ્રથમ ડોઝ લીધો

દરમિયાન આજ સુધીમાં ૩ લાખ લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે ૯૦ હજાર લોકોેને બીજો ડોઝ આપી દેવાયો છે.

(4:07 pm IST)