Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ત્રંબા, મહીકા, વડાળી સહીતના ગામોમાં કોરોના સ્થિતીની સમીક્ષા કરતા ભૂપત બોદર

રાજકોટ : જિલ્લા પંચાયત રાજકોટના પ્રમુખ ભૂપતભાઇ બોદરે કોરોના મહામારી અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ત્રંબા ગામની પી.એચ.સી.સેન્ટર તથા ત્રંબા ગામે શરૂ કરાયેલ કોવીડ કેર સેન્ટર તથા મહિકા ગામે ચાલુ કરેલ કોવીડ સેન્ટરની રૂબરૂ મુલાકાત કરી હતી. દરમ્યાન ત્રંબા ગામની સંપૂર્ણ સેનીટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાયેલ હતી. તેમજ આ પ્રવાસ દરમ્યાન મહિકા, કાળીપાટ અને વડાળી ગામને પણ સંપૂર્ણ સેનીટાઇઝ કરવાની કામગીરી પણ હાથ ધરાયેલ હતી. તેમજ હજુ કસ્તુરબાધામ સીટના બાકી ગામોને સેનીટાઇઝ કરાવા અંગેની  આગળની કાર્યવાહી ચાલુ કરાયેલ હતી. ત્રંબા ગામના પી.એચ.સી.ની મુલાકાત દરમ્યાન પી.એચ.સી.ના ડોકટર ડો.સરોઝબેન જેતપરીયા તથા આરોગ્ય કર્મચારી સાથે હાલની કોરોના મહામારી સંદર્ભે પી.એચ.સી.સેન્ટરમાં થતી સારવાર અંગે સમીક્ષા કરેલ હતી. ઉપરાંત ગામ આગેવાનો તથા આરોગ્ય કર્મચારી સાથે પરામર્શ કરી દર્દીઓની જરૂરી સેવા તથા સગવડતા ઉપલબ્ધ કરાવવા જણાવેલ આ કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં સક્રિય સેવાયજ્ઞમાં ત્રંબા સરપંચ નિતિનભાઇ રૈયાણી, ઉપસરપંચ મનુભાઇ નસીત, ધવલભાઇ માંગરોલીયા, કલ્પેશભાઇ રૈયાણી, મનુભાઇ ત્રાપસીયા વગેરે ગામના આગેવાનોએ ઉત્તમ સેવા પ્રદાન કરેલ હતી. આ મુલાકાત વળાએ  સરપંચ નિતીનભાઇ રૈયાણી, ઉપસરપંચ મનુભાઇ નસીત, ધવલભાઇ માંગરોલીયા, કલ્પેશભાઇ રૈયાણી, મનુભાઇ ત્રાપસીયા, ગઢકા સરપંચશ્રી કેયુરભાઇ ઢોલરીયા, રસીકભાઇ ખૂંટ, હરીભાઇ બોદર, નિલેષભાઇ ખૂંટ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ ત્રંબા ભાવનગર હાઇવે પર આવેલ આકાશ દીપ ડાયમંડ જયુબેલી ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત કોવીડ કેર સેન્ટર ભુપતભાઇ બોદરના શુભ હસ્તે સર્વ લોકો માટે ખુલ્લું મુકાયું હતું. આ કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવાના સક્રિય સેવાયજ્ઞ આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નુરૂદીનભાઇ બુધવાણી, મન્સુરભાઇ લાલાણી, બરકતભાઇ ગીલાણી, ફિરોજભાઇ ગીલાણી તથા મિથુન પ્રેમાણી તથા તેજાણીના સઘન પ્રયાસોથી કાર્યરત થયેલ. આ તકે ત્રંબા સરપંચ નીતિનભાઇ, ગઢકા સરપંચ કેયુરભાઇ, રસિકભાઇ વગેરે આગેવાનો ઉપસ્થિત રહેલા હતાં. આ તકે ભૂપત બોદર પ્રમુખશ્રી જીલ્લા પંચાયત રાજકોટએ સર્વે ટ્રસ્ટીઓ તથા મહાનુભાવોનો આ સેવાયજ્ઞ બદલ આભાર વ્યકત કર્યો હતો. તેમજ આજ રીતે મહિકા ગામના કાર્યક્રમમાં સરપંચ બાબુભાઇ મોલીયા, રસીકભાઇ ખૂંટ, ભરતભાઇ મોલીયા, ભરતભાઇ ખૂંટ, પ્રવિણભાઇ ખૂંટ, નિલેષભાઇ મોલીયા, કેયુરભાઇ ઢોલરીયા, હરીભાઇ બોદરે, છગનભાઇ સખીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ ભૂપતભાઇ બોદર દ્વારા સરધાર ગામે ઓકસીજન હાઉસ, ગ્રામ પંચાયત ઓફીસ તેમજ શાંતીધામની મુલાકાત લઇ હાલના સમયની પરિસ્થિતીને  પહોંચી વળવા જરૂરી આગોતરા આયોજન અંગે રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ચેતનભાઇ પાણ, સરપંચ પીન્ટુભાઇ ઢાંકેચા, મંત્રી હિતેષભાઇ તથા સરધાર ગામના આગેવાનશ્રીઓ સાથે બેઠક કરી હતી. તેમજ સરધાર ગામના સ્વામીનારાયણ  મંદિર ખાતે બાલ સ્વરૂપ સ્વામી તથા પતિત પાવન સ્વામીના દર્શન કરી આશીર્વાદ લીધા હતાં.

(4:10 pm IST)