Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

બ્રિજ - આજી રીવર ફ્રન્ટ સહિતના પ્રોજેકટ ઝડપથી પુરા કરો : વિજયભાઇ

લોકાર્પણની તારીખ નક્કી કરવા પદાધિકારીઓને મુખ્યમંત્રીની સુચના : શહેરના વિવિધ પ્રોજેકટના કામની સમીક્ષા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર મીટીંગ યોજાઇઃ મેયર પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ તથા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિ

રાજકોટ,તા.૮: શહેરમાં હવે કોરોના સંક્રમણ ઘટવા લાગ્યું છે ત્યારે  શહેરમાં મ.ન.પા દ્વારા ચાલી રહેલ બ્રિજ, આજી રીવર ફ્રન્ટ, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ,રામવન,  સીસી રોડ સહીતની વિવિધ યોજનાની કામગીરી ઝડપી બનાવવા અને  પ્રોજેકટનાં કામો સમય મર્યાદામાં પુર્ણ કરી લોકાપર્ણ ની તારીખ નિશ્ચિત કરવા આજે ગાંધીનગર ખાતે યોજાયેલ મીટીંગમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મેયર સહિતનાં પદાકારીઓ-અધિકારીઓને સુચના આપી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા પ્રોજેકટ ચાલી રહેલ છે. જેના અનુસંધાને આજ તા. ૮ના રોજ ગાંધીનગર ખાતે સવારે ૧૧ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક યોજવામાં આવેલ છે. આ બેઠકમાં મેયર ડાઙ્ખ.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહેલ છે.

સમિક્ષા બેઠકમાં અર્બન ફોરેસ્ટ 'રામવન'માં ભગવાન શ્રી રામની જીવન ઝરમરની થીમ પર તેમજ અન્ય થીમ સાથેનું ડેવલપમેન્ટ, શહેરમાં હોસ્પિટલ ચોક, કે.કે.વી. ચોક, કાલાવડ રોડ પર જડુસ ચોક, રામાપીર ચોક, નાનામવા સર્કલ અને લક્ષ્મીનગર અન્ડરબ્રિજ, આજી રીવર ફ્રન્ટ, રૈયા સ્માર્ટ સિટીના રોબર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, અને અટલ સરોવર ડેવલપમેન્ટનું પ્રેઝન્ટેશન તેમજ થયેલ કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

(3:41 pm IST)