Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

કલેકટર સમક્ષ દર મહિને બીનખેતીના ૩૦૦ તોપ્રિમીયમના ૧૦૦ કેસો મૂકયા છેઃ ધડાધડ નિકાલ

રાજયભરમાં કેસોના નિકાલ ઉપર રાજકોટ ફર્સ્‍ટ નંબરે આવી ગયું :કલેકટરના ટેબલ ઉપર કોઇ ફાઇલ પેન્‍ડીંગ નથીઃ મે મહિનામાં ૮૩% કેસોમાં પોઝીટીવ ચૂકાદા અપાયા

રાજકોટ તા. ૮ : રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ કેસોના નિકાલ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે આજની તારીખે ‘IORP'માં કામગીરી - કેસોના નિકાલ વિગેરે બાબતે રાજકોટ હાલ રાજયભરમાં ફર્સ્‍ટ નંબરે આવ્‍યો છે, અને તેની નોંધ રાજય સરકાર લેવલે લેવાઇ છે. કલેકટરે ઉમેર્યુ હતું કે, ધડાધડ કેસોનો નિકાલ કરી કામગીરી ઝીરો પેન્‍ડીંગ કરાઇ છે, મારા ટેબલે હાલ એક પણ ફાઇલ પેન્‍ડીંગ નથી, દરરોજ ફાઇલો મૂકાઇ અને સાંજે કલીયર કરી લેવાઇ છે.

કલેકટરે જણાવેલ કે દર મહિને લગભગ ૩૦૦ જેટલી બીનખેતીની તો ૧૦૦ જેટલી ફાઇલો પ્રિમીયમની મૂકાય છે, તમામનો નિકાલ થઇ રહ્યો છે, મે મહિનામાં ૮૩ ટકા કેસોમાં પોઝીટીવ ચૂકાદા અપાયા હતા, હકારાત્‍મક નિર્ણયો લઇ અરજદારોને સંતોષ અપાયો છે. ઝીરો પેન્‍ડીંગ કાર્યવાહી એ રાજયમાં રાજકોટમાં વન ઓફ ધ હાઇએસ્‍ટ છે.

(3:52 pm IST)