Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

વોર્ડ નં. ૭માં મનપાની લાયબ્રેરી નવા રૂપરંગ સાથે સજજ : ૩ર હજાર પુસ્‍તકો

શાળા નં. રમાં પ્રભાદેવી જે. નારાયણ લાઇબ્રેરીનું ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાના હસ્‍તે લોકાર્પણ

રાજકોટ તા. ૮ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭,શાળા નં.૨માં રૂ.૧.૨૫ કરોડના ખર્ચે નવીનીકરણ પામેલ શ્રીમતિ પ્રભાદેવી જે.નારાયણ લાઈબ્રેરીનું લોકાર્પણ વિધાનસભા-૭૦ના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાના હસ્‍તે તકતી અનાવરણ કરાઈ. જયારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા રીબીન કટ કરી લાઈબ્રેરીનું ઉદ્‍ઘાટન કરાયું. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહ્યા હતા.આ પ્રસંગે ડે.મેયર કંચનબેન સિધ્‍ધપુરા, ઈ.ચા. કમિશ્નર અનિલ ધામેલિયા, નાયબ કમિશ્નર ચેતન નંદાણી, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્‍લ, વર્ષાબેન પાંધી, વોર્ડના હોદેદાર, પ્રભારી પ્રતાપભાઈ વોરા, પ્રમુખ રમેશભાઈ દોમડીયા, મહામંત્રી અનિલભાઈ લીંબડ, રાજુભાઈ મુંધવા, સિટી એન્‍જી. એચ.એમ.કોટક, લાઈબ્રેરીયન આરદેશણા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

કેનાલ રોડ પર આવેલ શ્રીમતિ પ્રભાદેવી જે.નારાયણ પુસ્‍તકાલય ઘણા વર્ષો જુનું બિલ્‍ડીંગ હતું જેથી શાળા નં.૨ના બિલ્‍ડીંગનું રૂ.૧.૨૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ છે. જેમાં આશરે ૭૪૦ ચો.મી.નું આર.સી.સી.બાંધકામ ધરાવતી વિશાળ જગ્‍યામાં ગ્રાઉન્‍ડ ફલોરમાં બેગ ડીપોઝીટ રૂમ, ઇસ્‍યુ રીટર્ન કાઉન્‍ટર, મેગેઝિન ક્‍લબ, જનરલ વાંચનાલય વિભાગ, વર્તમાન પત્રો વિભાગ, મેગેઝિન વિભાગ, રેફરન્‍સ (સંદર્ભ) વિભાગ, મલ્‍ટી મીડિયા નેટ ક્‍લબ, બાળ સાહિત્‍ય વિભાગ, ચિલ્‍ડ્રન ટોયઝ લાઈબ્રેરી, ઓફીસ રૂમ, સ્‍ટોરેજ, સ્‍ટુડન્‍ટ સ્‍ટડી કોર્નર રૂમ, અંગ્રેજી ભાષા ગ્રંથ સંગ્રહ, હિન્‍દી ભાષા ગ્રંથ સંગ્રહ, ફર્સ્‍ટ ફલોર પર ગુજરાતી ભાષા ગ્રંથ સંગ્રહ, વિદ્યાર્થી વાંચનાલય (બહેનો માટે), વિદ્યાર્થી વાંચનાલય (ભાઈઓ માટે) વગેરે સુવિધાઓ ઉપલબ્‍ધ છે.

(4:57 pm IST)