Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

સરકારી વકીલ ઉપરના જાનલેવા હુમલા કેસનાઆરોપીએ હાઇકોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી

સેસન્સ કોર્ટે આગોતરા જામીન રદ કરતાં હાઇકોર્ટમાં અરજી કરી હતી

રાજકોટ તા. ૮:સરકારી વકીલ પર જાન લેવા હુમલાના આરોપીને કાયદાની વધુ એક લપડાક લાગી હતી. આરોપીએ હાઇકોર્ટમાં કરેલ આગોતરા જામીન અરજીને પરત ખેંચવી પડી હતી.

આ બનાવની હકીકત એવી છે કે રાજકોટના સૌથી સિનિયર વકીલ મહેશકુમાર સોમનાથભાઇ જોષી ઉપર ગઇ તા. ૧૪-૦ર-ર૦ર૩ના રોજ રણછોડનગરના શખ્સ અનિષ આમદભાઇ જુણેજાએ જાન લેવા હુમલો કરેલ જે બનાવમાં સરકારી વકીલશ્રીને ઇજાઓ તેમણે તાત્કમાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડેલ અને લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં આરોપી અનિષ સામે ગુનો દાખલ થયેલ ત્યારબાદ આરોપી તા. ૧પ/૦ર/ર૦ર૩ થી અંડરગ્રાઉન્ડ થઇ ગયેલ હતો.

આરોપીએ સેશન્સ કોર્ટમાં જ ે તે વખતે આગોતરા જામીન અરજી કરેલ જે સેશન્સ જજે ફગાવી દીધેલ. ત્યારબાદ પણ આરોપી છુપાયેલ રહેલ અને હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરેલ જેની સુનવણી ગઇકાલ તા. ૬-૬-ર૦ર૩ના રોજ જસ્ટીસ શ્રી નીરઝર દેસાઇની કોર્ટમાં થવાની હતી જે તબકકે જ આરોપી અનિષને પોતાને આગોતરાનું પ્રોટેકશન મળી શકશે નહીં તેવો અણસાર આવી જતા તેણે કરેલ અરજી પરત ખેંચી લેવાની ફરજ પડેલ હતી.

સરકારી વકીલશ્રી ઉપર હુમલાનો રાજકોટ જિલ્લાનો આ પ્રથમ બનાવ હોઇ શકે એટલું જ નહીં પરંતુ કદાચ ગુજરાત રાજયનો પણ પ્રથમ બનાવ હોઇ શકે. સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે ગંભીર પ્રકારના કેસો ચલાવતા સરકારી વકીલશ્રીઓને પણ પુરતું પ્રોટેકશન મળે તે પણ ખુબ જરૃરી છે અને તેને માટે પોલીસે કાયદાને હાથમાં લેનાર તત્વો સામે કડક હાથે કામ લેવાની નીતી અપનાવવી જોઇએ. તેવી કાનુની વર્તુળોમાં લાગણી જન્મી છે.

સરકારી વકીલશ્રી મહેશકુમાર એસ. જોષીનો સંપર્ક સાધતા એમણે જણાવેલ હતું કે કાયદો કોઇ આરોપીને છોડતો નથી. હાઇકોર્ટમાં સરકારશ્રી તરફે એ.પી.પી. શ્રી ઉપસ્થિત રહેલા અને હાઇકોર્ટના એડવોકેટ ખીલનભાઇ ચાંદ્રાણીને પસંદગીના કાઉન્સલર તરીકે રોકવામાં આવેલા હતાં.

(5:09 pm IST)