Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

આજીડેમ ચોકડી પાસે રોડ ક્રોસ કરતી વખતે કારે હડફેટે લેતા યુપીના યુવાનનું મોત

યુવાનને ઠોકરે ચડાવ્‍યા બાદ કાર ડીવાઇડર પર ચઢી ગઇઃ ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૮: આજીડેમ ચોકડી પાસે સર્વીસ રોડ પર રોડ ક્રોસ કરતી વખતે કારે હડફેટે લેતા યુપીના યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.મળતી વિગત મુજબ ઉત્તર પ્રદેશ હાલ રાજકોટ આજીડેમ ચોકડી પાસે યુવરાજનગરમાં રહેતો રોહતમ લાલમુની ગૌડ (ઉ.વ. ૩૮) ગઇકાલે ચાલીને જતો હતો ત્‍યારે આજીડેમ ચોકડી નજીક સર્વીસ રોડ પર રોડ ક્રોસ કરવા જતા પુરઝડપે આવતી કારના ચાલકે યુવાનને હડફેટે લેતા યુવાન ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. અકસ્‍માત સર્જી ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસ લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)