Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

IIFL ફાયનાન્સ બોન્ડ ઇસ્યુઃ ૯ ટકા સુધીની ઓફર

૧૫૦૦ કરોડ એકઠા કરાશેઃ ૯ જુને પબ્લીક ઇસ્યુ ખુલશેઃ રરમીએ બંધ થશે :વ્યાજ ચુકવણી પણ સરળઃ કંપનીનો રપ વર્ષનો પોઝીટીવ ટ્રેક રેકોર્ડ

બોન્ડ ઇસ્યુ અંગે આજે પત્રકારોને માહીતી આપવામાં આવી હતી તે સમયની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૨૪)

રાજકોટ, તા., ૮:IIFL૧પ૦૦ કરોડ એકત્ર કરવા કરોડ રૃપીયા સુધી એકત્ર કરવા માટે બિઝનેસ વૃધ્ધિ અને મુડીમાં વધારો કરવાના હેતુથી સુરક્ષીત બોન્ડસનો પબ્લીક ઇસ્યુ ખોલશે. બોન્ડસ ૯ ટકા સુધીની યીલ્ડ અને ઉચ્ચ સ્તરની સલામતી પ્રદાન કરે છે.

આઇઆઇએફએલ ફાઇનાન્સ રૂ.. ૧૨૦૦ કરોડ (કુલ રૂ.. ૧૫૦૦ કરોડ) સુધીના ઓવર સબ્સ્ક્રપ્શનને જાળવી રાખવા માટે ગ્રીન શૂ વિકલ્પ સાથે રૂ.. ૩૦૦ કરોડના સિકયોર્ડ રીડીમેબલ નોન કન્વર્ટીબલ ડિબેન્ચર્સ (NC DS) જારી કરશે.

આઇઆઇએફએલ બોન્ડસ ૬૦ મહિનાની મુદત માટે વાર્ષિક ૯ ટકાની સૌથી વધુ અસરકાર યીલ્ડ ઓફર કરે છે. એનસીડી ર૪ મહિના ૩ મહિના અને ૬૦ મહિનાના  સમયગાળામાં ઉપલબ્ધ છે. વ્યાજની ચુકવણીની આવર્તન વાર્ષિક પાકતી મુદતના આધારે અને ૬૦ મહિનાની મુદત માટે માસીક વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.

ક્રેડીટ રેટીંગ CRISIL રેટીંગ્સ દ્વારા AA/Stable અને  ICRA  દ્વારા AA/Stable છે. જે સુચવે છે કે સાધનોને નાણાકીય જવાબદારીઓની સમયસર સેવા માટે ઉચ્ચ સ્તરની સલામતી માનવામાં આવે છે અને તે ખુબ જ ઓછુ ક્રેડીટ જોખમ ધરાવે છે. Q4 FY23  મા મુડીઝે આઇઆઇએફએલ ફાઇનાન્સનું રેટીંગ B2  થી B1  (સ્થિર) માં અપગ્રેડ કર્ય છે.

આઇઆઇએફએલ  ફાઇનાન્સના ગૃપના એરીયા મેનેજર લખદીરસિંહ પરમારે પત્રકારોને જણાવ્યું હતું કે આઇઆઇએફએલ ફાઇનાન્સ સમગ્ર ભારતમાં ૪૦૦૦ થી વધુ શાખાઓની મજબુત ભૌતીક હાજરી અને સારી રીતે વૈવિધ્યસભર રિટેલ પોર્ટફોલીયો દ્વારા ઓછી સેવા ધરાવતી વસ્તીની ધિરાણની જરૃરીયાતોને પુર્ણ કરે છે. એકત્રીત કરેલા ભંડોળનો ઉપયોગ આવા વધુ ગ્રાહકોની ધિરાણ જરૃરીયાતને પહોંચી વળવા અને ઘર્ષણ રહીત અનુભવને સક્ષમ કરવા માટે અમારી ડીજીટલ પ્રક્રિયા  પરીવર્તનને વેગ આપવા માટે કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે આઇઆઇએફએલ પાસે રપ વર્ષથી વધુનો દોષરહીત ટ્રેક રેકોર્ડ છે અને તમામ બોન્ડ ઇસ્યુ અને દેવાની જવાબદારીઓ હંમેશા સમયસર ચુકવવામાં આવી છે. એપ્રિલમાં આઇઆઇએફએલ ફાઇનાન્સે ર૦ર૦ માં મધ્યમ ગાળાની નોંધો દ્વારા એકત્રીત કરવામાં આવેલા ૪૦૦ મીલીયનના મુલ્યના ડોલર બોન્ડની ચુકવણી કરી હતી.

 FY23 માં આઇઆઇએફએલ ફાઇનાન્સે રૂ.. ૧.૬૦૭.પ કરોડનો કરવેરા પછીનો નફો નોંધાવ્યો હતો. જે ૧૯.૯ ટકાની ઇકવીટી પર મજબુત વળતર સાથે વાર્ષિક ધોરણે ૩પ ટકા વધારે છે. તે અનેક બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે મજબુત સંબંધ ધરાવે છે.

ઇસ્યુના મુખ્ય મેેેનેજરો એડલવાઇસ ફાઇનાન્સીયલ સર્વિસીસ લીમીટેડ આઇઆઇએફએલ સિકયોરીટીઝ લીમીટેડ  ઇકિવરસ કેપીટલ પ્રાઇેવેટ લીમીટેડ અને  ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ  લીમીટેડ છે. રોકાણકારોને લીકવીડીટી પુરી પાડવા માટે NC DS  ને BSE લીમીટેડ અને નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઇન્ડીયા લીમીટેડNSE પર સુચીબંધ કરવામાં આવશે. આઇઆઇએફએલ બોન્ડસ રૂ.. ૧૦૦૦ની ફેસ વેલ્યુ પર જારી કરવામાં આવશે અને તમામ કેટેગરીમાં લધુતમ એપ્લીકેશન સાઇઝ રૂ.. ૧૦,૦૦૦ છે. પબ્લીક ઇસ્યુ ૯ જુન ર૦ર૩ના રોજ ખુલે છે અને વહેલા બંધ કરવાના વિકલ્પ સાથે રર જુન ર૦ર૩ ના રોજ બંધ થાય છે. વહેલા તે પહેલાના ધોરણે ફાળવણી કરવામાં આવશે.

(5:12 pm IST)