Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

જૈન કન્યા સુસંસ્કાર તીર્થની છાત્રાઓ ધો. ૧૧ની પરીક્ષામાં ઝળકી

વિદ્યાર્થીઓની અભ્યાસ નિષ્ઠા અને નિપુણતાની પૂ.જનકમુનિ મહારાજશ્રીનું સ્વપ્ન સાકાર

રાજકોટ,તા. ૮ :રાજકોટ શહેરની છાત્રાલયની કન્યાઓની અભ્યાસ નિષ્ઠા અને નિપુણતા શ્રી જનકમુનિ મહારાજશ્રીનું સ્વપ્ન સાકાર થયું છુ. આગમ દિવાકર, પંડિત રત્ન, બહુશ્રુત, રાષ્ટ્રીય સંત પરમ પુજ્ય જનકમુનિ મહારાજશ્રીના અંતિમ સ્વપ્ન સમુ, રાજકોટ શહેરનું 'જૈન કન્યા સુસંસ્કાર તીર્થ' છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત છે. કાલાવડ રોડ ઉપર આવેલ આ છાત્રાલયમાં, અતિ આધુનિક સવલતો અને સગવડતા સહ, ૯૬ છાત્રાઓ રહે છે. જેમને નાસ્તો, ભોજન, રાત્રે દુધ, કોમ્પ્યુટર, ટેલીવિઝન, લાયબ્રેરી સહની સુવિધાઓ આપવામાં આવે છે.  આ છાત્રાલયમાં ધોરણ ૧૧, ધોરણ ૧૨ તથા કોલેજમાં અભ્યાસ કરતી, જૈન અને જૈનતર કન્યાઓને કોઇ પણ જ્ઞાતિના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવે છે.

આ છાત્રાલયમાં, છાત્રાઓને રહેવા અને જમવા ઉપરાંત, ધાર્મિક શિક્ષણ અને પબ્લીક સ્પીકીંગની ખાસ તાલીમ આપવામાં આવે છે. પુજ્ય ગુરૃદેવની જે ભાવના હતી કે 'દિકરી બે ઘર ઉજ્જવલી કરે' તે અનુસાર, આ છાત્રાઓનું આ ઘડતર થાય છે. આ છાત્રાઓ પૈકી ૩૨ છાત્રાઓ ધોળકિયા સ્કુલમાં અભ્યાસ કરે છે અને તેમને માટે ધોળકિયા સ્કુલ તરફથી બસની સગવડતા આપવામાં આવે છે. આ છાત્રાઓ પૈકી ત્રણ છાત્રાઓ ધોરણ ૧૧માં ૮૫ ટકાથી વધારે ગુણાંક મેળવી, ઉતીર્ણ થયેલ છે. જેમાં રિસ્તા નંદાસણ ૯૫.૮૦% ગુણાંક સાથે, સમગ્ર સ્કુલમાં પ્રથમ આવેલ છે. જાનકી માથુકીયા (૮૮.૦૦%) ત્રીજા સાથે અનુ ક્રિનલ મારૃ (૮૫.૦૦%) ચોથા સ્થાને આવી, આ છાત્રાલય તથા ગુરૃદેવનું નામ રોશન કરેલ છે.

આ છાત્રાલયનું સરળ સંચાલન શ્રી વર્ધમાન સેવા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઇ દફતરી તથા ગૃહમાતા પુજાબેન કરે છે. તેમ સુરેશભાઇ સંઘવીની યાદીમાં જણાવાયું છે.

(5:20 pm IST)