Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

કાલથી રાષ્‍ટ્રધ્‍વજ રૂા. ૩૦માં ઉપલબ્‍ધ : વોર્ડ ઓફીસેથી મળશે

હર ઘર તિરંગા : શહેરમાં ૩ લાખ રાષ્‍ટ્રધ્‍વજ લહેરાશે : ૧૩ થી ૧૫ ઓગસ્‍ટ દેશભકિતના ગીતો થકી રાષ્‍ટ્રભકિતનું વાતાવરણ બનાવાશેઃ મેયરના અધ્‍યક્ષ સ્‍થાને કોર્પોરેટરો અને શહેર ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારોની ઉપસ્‍થિતીમાં મિટિંગ યોજાઇ

રાજકોટ,તા.૫:  શહેરમાં પણ શહેરીજનો ખુબજ ઉત્‍સાહથી ભાગ લઈ દરેકના ઘરે રાષ્ટ્રધ્‍વજ ફરકાવી ‘હર ઘર તિરંગા' કાર્યક્રમની ઉજવણીમાં સહભાગી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા આયોજન કરી રહી છે. ‘હર ઘર તિરંગા' કાર્યક્રમ અનુસંધાને આજે મેયર ડા'.પ્રદિપ ડવની ઉપસ્‍થિતિમાં તમામ વોર્ડના કોર્પોરેટરો અને રાજકોટ શહેર ભાજપ સંગઠનના તમામ હોદેદારશ્રીઓની ઉપસ્‍થિતિમાં મિટિંગ યોજાઈ હતી.મેયર ડો.પ્રદિપ ડવ અને સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલે જણાવ્‍યુ હતું કે કેન્‍દ્ર સરકારશ્રી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા' અભિયાનનું સમગ્ર દેશમાં તા. ૧૩ થી તા. ૧૫ ઓગષ્‍ટ દરમ્‍યાન આયોજન કરવામાં આવેલ છે. જે અન્‍વયે  મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસે આવતી કાલ તા.૬ઓગષ્‍ટના રોજ વેચાણથી રૂા. ૨૧માં ધ્‍વજ તથા રૂા. ૯માં લાકડી સાથે કુલ રૂા. ૩૦માં રાષ્ટ્રધ્‍વજ આપવામાં આવશે.

મીટીંગની શરૂઆતમાં સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલએ ઉપસ્‍થિત  પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ તેમજ સંગઠનના તમામ હોદેદારો તથા સભ્‍યોનુ શાબ્‍દિક સ્‍વાગત કરી કાર્યક્રમ વિશે માહિતગાર કરેલ અને આયોજનની રૂપરેખા જણાવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેરની તમામ સોસાયટીઓને આવરી લેવામાં આવે અને મહત્તમ નાગરિકો જોડાય તે માટે સ્‍થાનિક સ્‍તરે મીટીંગો યોજી લોકજાગૃતિ માટે સહિયારો પ્રયાસ કરવા જણાવેલ. આઝાદીના અમૃત મહોત્‍સવમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્‍ય ચોક ખાતે દેશભક્‍તિના ગીતો થકી દેશપ્રેમનું વાતાવરણ ઉભું થાય તે મુજબનુ આયોજન કરવામાં આવશે અને લોકોને નજીકના સ્‍થળે સરળતાથી રાષ્‍ટ્રધ્‍વજ ઉપલબ્‍ધ બની રહે તે માટે રાષ્‍ટ્રધ્‍વજના વેચાણ માટેના સ્‍ટોલનુ આયોજન કરવામાં આવશે.

આ અવસરે મેયરે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દેશભારમાં આઝાદીકા અમૃત મહોત્‍સવ ની ઉજવણી શરુ કરી છે જેના અનુસંધાને ૧૩ ઓગસ્‍ટથી ૧૫ ઓગસ્‍ટ સુધી સમગ્ર દેશમાં શ્નહર ઘર તિરંગાઙ્ખકાર્યક્રમ જાહેર કરેલ છે. આપણું શહેર પણ રાષ્‍ટ્રમય બને અને દરેક ઘરે, અને દરેક ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લહેરાય તે આપણા સૌની નૈતિક જવાબદારી છે.  રાજકોટ શહેરમાં પણ ત્રણ લાખથી વધુ રાષ્‍ટ્રધ્‍વજ લાગશે તેવી શ્રધ્‍ધા છે.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજ૫ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવેલ કે, દેશમાં પંચાયતથી પાર્લામેન્‍ટ સુધી ભારતીય જનતા પક્ષ કાર્યરત છે ત્‍યારે દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીનો હર ઘર તિરંગા કાર્યક્રમ આપી દેશમાં મજબુત રાષ્‍ટ્રભાવનાનું નિર્માણ કરવાનો શુભ હેતુ છે. હાલ હાવી થતી પヘમિી સંસ્‍કૃતિની વિપરીત અસર ઓછી થાય અને આપણા દેશની સંસ્‍કૃતિ જીવંત રહે અને રાષ્‍ટ્રવાદ ઉભો થાય અને દેશનો યુવાન દેશપ્રેમના રંગે રંગાય તે માટેનો આ કાર્યક્રમ છે.  આ માટે લોકો સ્‍વયંભુ સામેથી ચાલીને આવે છે, અને જે કંઇ પણ કિંમત નિયત થયેલ હોય, તે ચુકવી અને રાષ્‍ટ્રધ્‍વજ ખરીદવાની અત્‍યારથીજ ઉત્‍સાહ દર્શાવી રહ્યા છે. ૯ ઓગષ્‍ટથી ૧પ ઓગષ્‍ટ સુધી તમામ કાર્યકર, સંગઠનના તમામ હોદ્દેદારો, દરેક વોર્ડના કોર્પોરેટરો, એ પુરેપરા ખંતથી સામેલ થઇ આ કાર્યક્રમને ભવ્‍ય સફળતા અપાવવા અપિલ કરેલ છે.આ મિટિંગમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્‍યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, ડેપ્‍યુટી કમિશનર આશિષ કુમાર એ.આર.સિંહ, સિ.કે.નંદાણી, આસી. કમિશનર એચ.આર. પટેલ, એચ.કે. કગથરા જુદી જુદી કમીટીના ચેરમેને તમામ કોર્પોરેટરો સંગઠનના હોદેદારો તથા મહાનગરપાલિકાના અધિકારીઓ તથા વોર્ડ ઓફિસરો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:58 pm IST)