Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જીલ્લામાં જુગારના ૧૧ દરોડાઃ ૯ મહિલા સહીત ૭ર પકડાયા

સાતમ-આઠમ ના પર્વ પુર્વે જ ઠેર-ઠેર ધમધમતા જુગારના પાટલા ઉપર પોલીસના દરોડા : પડધરીમાં ૩, શાપરમાં ૬, જેતપુરના બોરડી સમઢીયાળામાં ૮, ધોરાજીમાં ૪, ભુખી ગામે ૯, વિરપુરના થોરાળામાં ૮, જેતપુરમાં ૩,ઉપલેટાના કોલકી ગામે ૧૧ મહિલા-ગોંડલના શિવ રાજગઢ ગામે પ, દેરડી ગામે ૮ અને ગુંદાસરમાં ૭ પતાપ્રેમી પકડાયા

રાજકોટ, તા., ૮: સાતમ-આઠમના પુર્વે જ જીલ્લામાં ઠેર-ઠેર જુગારના ધમધમતા પાટલા ઉપર પોલીસે દરોડોનો દોર શરૂ કર્યો છે. જીલ્લામાં અલગ-અલગ જગ્‍યાએ ૧૧ દરોડામાં ૯ મહિલા સહીત ૭રને પતા ટીંચતા પોલીસે ઝડપી લીધા છે.

પ્રથમ દરોડામાં પડધરી પોલીસે પડધરી ગીતાનગર વોકળાના કાંઠે જાહેરમાં જુગાર રમતા  (૧) મુકેશ બાબુભાઇ સોલંકી (ર) સાગર લખમણભાઇ વાઘેલા તથા (૩) દીપક લાભુભાઇ સનુરા રે. ત્રણેય પડધરીને રોકડા રૂા. ૧ર,ર૦૦  અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામં શાપર-વેરાવળ પોલીસે શાપર ગામ ભીમનગર તળાવ પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) હિતેશ રમેશભાઇ મકવાણા રહે. ખોડલ રેસીડન્‍સીની બાજુમાં શાપર-વેરાવળ (૩) જગદીશ ડાયાભાઇ રાઠોડ રહે. ડો.આંબેડકર નગર શાપર ગામ (૩) રવી રમેશભાઇ સિંધવ રહે. શાપર ગામ તળાવ પાછળ ભીમનગર (૪) ભરત રવજીભાઇ ચૌહાણ રહે. ભીમનગર શાપર ગામ (પ) મુકેશ સુરેશભાઇ પરમાર રહે. લોહીયાનગર આસીયાના લોજ જસદણ તથા (૬) અરવિંદ દેવશીભાઇ રાઠોડ રહે. શાપર તળાવની પાછળ ભીમનગરને રોકડા રૂા. ૧૬,૪૦૦ તથા ૪ મોબાઇલ મળી કુલ રૂા. ૩૦,૪૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં જેતપુર તાલુકા પોલીસ બોરડીસમઢીયાળા ગામની સીમમાં આવેલ ભાદર કેનાલ પાસે જગદીશ પાનસુરીયાની વાડીએ રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક (૧) જગદીશ હેમંતભાઇ પાનસુરીયા (ર) સાગર રાજેશભાઇ  લુણાગરીયા (૩) કેતન  જીગ્નેશભાઇ ગજેરા (૪) મનીષભાઇ વીનુભાઇ ઠુંમર (પ) હરેશ વલ્લભભાઇ પાઘડાર (૬) અનીલ હરસુખભાઇ સાવલીયા (૭) મુકેશ પાલાભાઇ જાદવ તથા (૮) પંકજભાઇ હરસુખભાઇ સાવલીયા ક્રમ નં. (૧) (૩) (૪) (પ) (૬) (૭) (૮) વાળા  બોરડીસમઢીયાળા તા.જેતપુર તથા નં. (ર) ધોરાજી ને રોકડા રૂા. ૪૭,રપ૦ તથા ૮ મોબાઇલ મળી કુલ રૂા. ૧,૪૯,રપ૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં ધોરાજી પોલીસે ધોરાજી ગામની સીમ ર૧ કેનાલ નામે ઓળખાતી મોટી કેનાલ પાસે વાડીના શેઢા પાસે જાહરેમાં જૂગાર રમતા (૧) વિનેશ ચીમનભાઇ વઘાસીયા રહે. ધોરાજી આનંદનગર હનુમાનજી મંદિર પાસે (ર) ચુની જેઠાભાઇ  હીરપરા રહે. ધોરાજી કૈલાનશનગર ગરીબ ચોક પાછળ રર બ્‍લોક સામે (૩) વસંત રામજીભાઇ વઘાસીયા રહે. ધોરાજી દાતાવાડી શ્રીનગર, તથા (૪) શ્વેતન હસુભાઇ માવાણી રહે. ધોરાજી હિરપરાવાડી દાતારવાડી રોડ, ને રોકડા રૂા. ૧ર૧પ૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

પાંચમાં દરોડામાં ધોરાજી પોલીસે ભુખી ગામે દરબાર ફળીમાં રહેતા હસમુખ નાથાભાઇ વાઘેલાના કબ્‍જા ભોગવટાના રહેણાક મકાનમાં રેઇડ કરી જૂગાર રમતા  (૧) કાન્‍તી ભનાભાઇ વાઘેલા રહે. ભુખી ગામ, (ર) વિજય ડાયાભાઇ વાઘેલા ખાંટ ભુખી ગામ, (૩) અજય પ્રેમજીભાઇ વાઘેલા ભુખી ગામ (૪) દિપક સવજીભાઇ સરવૈયા રહે. અકાળા ગામ તા. જેતપુર (પ) જગદીશ બાબુભાઇ સરમાળી રહે. જેતપુર અમરનગર શ્રીજી સ્‍કુલ પાછળ, (૬) ભરત ભીમજીભાઇ ચૌહાણ રહે. મંડલીકપુર ગામ તા. જેતપુર (૭) અતુલ મનુભાઇ મુળીયા પાંચપીપળા ગામ તા. જેતપુર (૮) ધર્મેશ મુકેશભાઇ સરવૈયા રહે. કાગવડ ગામ તા. જેતપુર (૯) હાર્દિક જયસુખભાઇ રાણપરીયા રહે. પાંચપીપળા ગામ તા. જેતપુર રોકડા રૂા. ર૬,૧ર૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. જયારે હસમુખ નાથાભાઇ વાઘેલા રે. ભૂખી નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

છઠ્ઠા દરોડામાં વિરપુર પોલીસે થોરાળા ગામે રેઇડ કરી રામજી મંદિર પાસે જાહેરમાં જૂગાર રમતા (૧) મોહન નાજીભાઇ પીપળીયા (ર) ગોવિંદ બચુભાઇ વાગડીયા, (૩) સમજી વાઘજીભાઇ મકવાણા, (૪) શૈલેષ ગોવિંદભાઇ ભુવા, (પ) અનિમેષ આંબાભાઇ રાદડીયા, (૬) નરેન્‍દ્ર ખીમજીભાઇ મકવાણા, (૭) ચિરાગ અશોકભાઇ ધામકેલીયા તથા (૮) ભરત ખીમજીભાઇ મકવાણા રહે. બધા થોરાળા ને રોકડા રૂા. ર૬૩૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

સાતમા દરોડોમાં જેતપુર સીટી પોલીસે સરદાર ચોક કેનાલ કાંઠે રેઇડ કરી જૂગાર રમતા (૧) વિજય ગીગાભાઇ બાંભણીયા રહે. ધોરાજી રોડ, કેનાલ કાંઠે જેતપુર (ર) સંજય ઉર્ફે કાનો કનુભાઇ સોલંકી રહે. સરદાર ચોક કેનાલકાંઠે તથા (૩) ઇમરાન મામદભાઇ ચીતલીયા રહે. ફુલવાડી વિસ્‍તાર રામજી મંદિર રોડ અમૃત ડાઇંગ પાસેને રોકડા રૂા. ૧૦૩ર૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આઠમા દરોડામાં ઉપલેટા પોલીસે કોલકી ગામે ગોધાણી ચોક ખાતુે ઉર્મીલાબેન ગોધાણીના મકાનમાં રેઇડ કરી જુગાર રમતા મકાન માલીક (૧) ઉર્મીલાબેન સુરેશભાઇ ગોધાણી (ર) ઉશાબેન કાંતીલાલ મકવાણા રહે. ગીંગણી તા. જામજોધપુર (૩) કીરણબેન જયેશભાઇ ભીમાણી રહે. કોલકી ગાંધી ચોક, (૪) શારદાબેન અશ્‍વીનભાઇ જશાણી રહે. કોલકી શાંતીનગર, (પ) શીતલબેન વીમલભાઇ ગોધાણી રહે. કોલકી ગોધાણી ચોક, (૬) અનિતાબેન મુકેશભાઇ સવાણી રહે. કોલકી સવાણી શેરી, (૭) સીમાબેન પ્રફુલભાઇ ભેશદળીયા રહે. કોલકી પીપરેશ્‍વર મંદિર પાસે, (૮) ગીતાબેન હીરેનભાઇ સુબા રહે. જામજોધપુર બ્રહ્મસમાજ પાસે બાયપાસ પાસે (૯) જીગ્નાશાબેન સુભાષભાઇ વીરમગામા રહે. જામજોધપુર સુભાષ રોડ (૧૦) કંચનબેન અશોકભાઇ દેત્રોજા રહે. કોલકી વાછાણી ચોક તથા (૧૧) વનીતાબેન નાનજીભાઇ ભેશદળીયા રહે. કોલકી વાછણી ચોકને રોકડા રૂા. ર૯પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

(12:11 pm IST)