Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સવારથી ૪ વીજ સબડિવીઝનના સંખ્‍યાબંધ સોસાયટી વિસ્‍તારોમાં વીજ ચેકીંગ : ૩પ ટીમો દ્વારા દરોડા

રાજકોટ તા.૮ : રાજકોટમાં સવારથી ફરી પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીની વીજીલન્‍સની  ૩પ ટીમોએ સીટી ડીવીઝન ૩ હેઠળના ૪ સબ ડીવીઝન ક્ષેત્રમાં વીજ ચોરી ઝડપી લેવા દરોડાનો દોર શરૂ કર્યો છે.

વાવડી સબ ડિવીઝનમાં પાવર ઇન્‍ડ એરિયા, નારાયણનગર, સીતારામ સોસાયટી, વૃંદાવન પાર્ક, હરિહર સોસાયટી વગેરે નાના મૌવા ક્ષેત્રમાં પ્રિયદર્શિની સોસાયટી, ગિરનાર સોસાયટી, રાજદીપ સોસાયટી, પટેલનગર, ધરમનગર, સોસાયટી પ્રજાપતિ સમાજ ખોખડદડ સબ ડિવિઝનમાં રામનગર વિસ્‍તારમાં રાધેશ્‍યામ સોસાયટી, વચ્‍છરાજનગર, તિરૂપતિ સોસાયટી તથા મવડી રોડ સબ ડિવીઝનમાં ક્ષેત્રમાં ખોડીયારપરા, આંબેડકરનગર, ખોડીયારનગર મુખ્‍ય માર્ગ  પાસેનો વિસતાર ગોવર્ધન ચોક વગેરે વિસ્‍તારોમાં ચેકીંગ શરૂ કરાયુ છે. કુલ પ ફીડર ચેકીંગ આવરી લેવાયા છે.

(12:16 pm IST)