Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

કોઠારીયા કોલોનીના તાજીયા ‘મંજૂરે ઇલાહી' નામથી પ્રખ્‍યાત

આમ ન્‍યાજ, રોશનીનો શણગાર, હૈરતઅંગેજ દાવ રજુ કરાશે

રાજકોટ તા. ૮ : કોઠારીયા કોલોની મંજૂરે ઇલાહી ચોકમાં તાજીયા છેલ્લા ૬૨ વર્ષથી નિર્માણ કરવામાં આવે છે. આ વર્ષ મંજૂરે ઇલાહી તાજીયા કમિટિ દ્વારા ૬૨મો ગોલ્‍ડન કલાત્‍મક તાજીયાનું નિર્માણ કરેલ છે. સાંજે ૬ કલાકે તાજીયા પડમાં આવશે. કોઠારીયા કોલોનીના તાજીયા મંજુરે ઇલાહીના નામથી પ્રખ્‍યાત છે. કોઠારીયા કોલોનીમાં રોશનીનો શણગાર તેમજ સબીલનું સોરઠીયા વાડી ખાતે આયોજન કરેલ છે. રાત્રે આમ ન્‍યાજ અને ધમાલ પાર્ટી દ્વારા હેરત અંગેજ દાવ રજુ કરાશે. ત્‍યારબાદ હિન્‍દુ - મુસ્‍લિમ બિરાદરોનું મંજુરે ઇલાહી કમિટિ દ્વારા સન્‍માન કરવામાં આવશે. આ વિસ્‍તારના તાજીયા હિન્‍દુ - મુસ્‍લિમ એકતા કોમી ભાઇચારા સમાન છે. શ્રધ્‍ધાળુઓ દ્વારા ગોળ, પેંડા, ગુલાબ, અગરબત્તી, નાળીયેર, સાકર, ચઢાવીને પોતપોતાની માનતાઓ પુરી કરશે. સોમવારે રાત્રે તાજીયા પરંપરાગત ઝુલુસમાં જોડાશે અને માતમમાં રહેશે. તેમ મંજુરે ઇલાહી તાજીયા કમિટિના મ. રઝાકબાપુ પીરઝાદા, અકતરબાપુ બુખારી, નુરૂબાપુ પીરઝાદા, અનુબાપુ પીરઝાદા, સબીરભાઇ સવાણ, અશરફભાઇ વિંધાણી, કાસમભાઇ રાઉમા, અબજલભાઇ રાઉમા, ઇકબાલભાઇ ઠાસરીયા, મકબુલભાઇ ચૌહાણ, ચીરાગભાઇ મીષાી, હનીફભાઇ પતાણી, અબુભાઇ, અસ્‍લમભાઇ સવાણ, અજરૂબાપુ, ચિરાગભાઇ રાઉમા, અસ્‍લમભાઇ શાહમદાર, સીકંદરભાઇ હાઉનભાઇ રાઉમા, ફિરોઝભાઇ મેમણ, કરીમભાઇ, દાઉદભાઇ હેરંજા, અમીતભાઇ રાઉમા, સલીમભાઇ, આઝમભાઇએ યાદીમાં જણાવેલ છે.

(3:35 pm IST)