Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ગુરૂકુળ દ્વારા અમૃત ભજન દિક્ષા પર્વ : ૨.૭૫ લાખ ભાવિકોને રક્ષાસૂત્ર બંધાશે

શાષાીજી મહારાજે ૧૦ કરોડ મહામંત્ર જપ કરેલા : પ્રભુ સ્‍વામી

રાજકોટ સ્‍વામિનારાયણ ગુરૂકુળના અમૃત મહોત્‍સવ નિમિતે આજે એકાદશીથી રક્ષાસૂત્ર અભિયાનનો આરંભ કરવામાં આવ્‍યો છે. આજે સુરત વેડ રોડ ગુરૂકુળ ખાતે શ્રી પ્રભુ સ્‍વામી, શ્રી પુરૂષોત્તમ સ્‍વામી, શ્રી સત્‍યપ્રકાશ સ્‍વામી, શ્રી દેવપ્રકાશ સ્‍વામી વગેરેએ વિદ્યાર્થીઓને રક્ષા સૂત્ર બાંધેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૮ : શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનના અમૃત મહોત્‍સવના ઉપલક્ષ્યે અમૃત ભજન દીક્ષા પર્વનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સંતો તથા સાંખ્‍ય યોગી મહિલાઓ બે લાખ ૭૫ હજાર ભાવિકોને હાથે રક્ષાસૂત્ર બાંધી ભજન પર્વમાં જોડશે. જેનો પ્રારંભ સદગુરૂ વર્ય મહંત સ્‍વામીશ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના આશીર્વાદ સાથે કરવામાં આવેલ.

શ્રી પ્રભુ સ્‍વામીના જણાવ્‍યાનુસાર અમૃત ભજન દીક્ષામાં જોડાયેલા મહિલા પુરૂષો તથા વિદ્યાર્થીઓ પવિત્ર શ્રાવણમાસની પવિતા એકાદશીના દિવસ તા.૮ ઓગષ્ટથી ૨૬ ડિસેમ્‍બર -૨૦૨૨ સુધી દરરોજ ૫ જનમંગલ સ્‍તોત્રના પાઠ અથવા ૧૦૦૮, સ્‍વામિનારાયણ મહામંત્રના જપ કરશે. જેને ગુરુકુલની એસઆરજી એસ એપમાં નોંધ કરશે. જેના ખાતામાં જમા થતા મંત્રો મહંત સ્‍વામીશ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી તથા શ્રીધર્મવલ્લભદાસજી સ્‍વામી દરરોજ ઠાકોરજીના ચરણે સમર્પિત કરશે.

એકાદશીના પવિત્ર દિવસથી પ્રારંભ કરવામાં આવ્‍યો. શ્રી પ્રભુસ્‍વામી, શ્રી પુરુષોતમ સ્‍વામી, શ્રી સત્‍ય પ્રકાશસ્‍વામી, શ્રી દેવ પ્રકાશસ્‍વામી વગેરે સંતોએ હરિભકાયો તથા વિદ્યાર્થીઓને અમૃત ભજન દીક્ષા પર્વના રક્ષા સુત્રબાંધી ભજનના અભિયાનમાં જોડાવ્‍યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા હરિભકતોને સંબોધતા શ્રી પ્રભુ સ્‍વામી એ કહ્યું હતું કે રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલના સંસ્‍થાપક ગુરૂદેવ શાષાીજી મહારાજનું ધ્‍યેય હતું ભજન કરવું અને કરાવવું. એમણે સ્‍વયં ૧૦ દસ કરોડ સ્‍વામિનારાયણ મહામંત્રના જપ કરેલા. ઇસ્‍વીસન ૧૯૫૮માં રાજકોટ ગુરુકુલની ધરતી પર પ્રથમ જપયજ્ઞ કરેલ. ત્‍યારે ૧ વર્ષમાં સંતો હરિભક્‍તો પાસે ૫૦૦ પાંચ કરોડ મંત્રજપ કરાવેલા હતા.

(3:39 pm IST)