-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
સદર વિસ્તારમાં આજનું ખાસ આકર્ષણ ખડી ચોકીની માનતા
યા હુસેન... યા હુસેન... યા હુસેનના નારા : હિન્દુ ભાઇ-બહેનો જ્યારે તાજીયો પસાર થાય છે ત્યારે પાણીનો છંટકાવ કરી રોડને ચોખ્ખો કરે છે : હબીબભાઇ

રાજકોટ તા. ૮ : મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મહોરમ ઇમામે હુસેનની યાદમાં અને કરબલાના ૭૨-શહીદોની યાદમાં વર્ષોથી મનાવાય રહ્યો છે. આ ઉજવણીમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટનું એક અનેરૂ આકર્ષણ ખડીચોકી એટલે તાજીયા માતમમાંથી લાઇનદોરીમાં આવે અને પરત માતમમાં ન આવે ત્યાં સુધી તાજીયાની સાથે સતત રહેવાનું અને ઉભા જ રહેવાનું અને તાજીયા માતમમાં આવે પછી જ બેસવાનું હોય છે. આને ખડી ચોકીની માનતા કહેવાય છે. આ બહુ કઠીન માનતા છે છતાં હિન્દુ-મુસ્લિમ ભાઇ-બહેનો શ્રધ્ધાથી અને ભકિતથી રાખે છે અને પોતાની જે કાંઇ માનતા હોય છે તે પુરી થાય. સદર વિસ્તારમાં દર વર્ષે તાજીયાની સાથે કોમી એકતા અને ભાઇચારાના વાતાવરણમાં હિન્દુ ભાઇ-બહેનો સાથે જોડાય છે. સદર તાજીયાનો રૂટ ફુલછાબ ચોક, બીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસ.બી.એસ. બેંક,જયુબેલી ચોક, હરીહર ચોક, સદર મેઇન રોડ થઇ ફુલછાબ ચોક આવશે. જ્યારે આઝાદ ચોક, નહેરૂનગર, સુભાષનગર, વૈશાલીનગર હનુમાન મઢી, બ્રહ્મસમાજ, નાણાવટી ચોકથી બધા તાજીયા ફુલછાબ ચોકમાં આવશે. આજ રીતે બંને દિવસ તાજીયા રૂટમાં ફરશે. ધર્મપ્રેમીઓ રતીબાપુ બુંદેલા, નરેશભાઇ મકવાણા, સંજયભાઇ પાટડીયા, રાજેશભાઇ પોપટ, દિનેશભાઇ મે, ચંદ્રેશભાઇ રાચ્છ, રજાકભાઇ કારીયાણીયા, રવિભાઇ સોઢા, કૃષ્ણદત્તભાઇ રાવલ, રમેશભાઇ ધોબી, હાજી હુસેનભાઇ માંડરીયા, હાજી આમદભાઇ જીંદાણી, રફીકભાઇ દલવાણી, ઇકબાલબાપુ બુખારી, ઇસુબભાઇ મકરાણી, રફીકબાપુ બુખારી, મહેબુબભાઇ બેલીમ, ઇસ્માઇલભાઇ કુરેશી, એજાદબાપુ બુખારી, શબ્બીરભાઇ કુવાડીયા, ઇકબાલભાઇ ચૌહાણ, પરવેઝભાઇ કુરેશી, યુનુસભાઇ કટારીયા, તાજીયા કમિટિના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા, ઉપપ્રમુખ હાજી હુસેનભાઇ માંડરીયા, મહામંત્રી એઝાઝબાપુ બુખારી વિગેરે સતત તાજીયાની સાથે રહેશે તેમ યાદીમાં જણાવે છે.