Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

દરબારે અબ્‍બાસ અલમદાર બાપુની ગાદી : ભરતવન સોસાયટીમાં પંજા સવારીમાં ભાઇચારાના દર્શન

મહોરમના દસે દસ દિવસ અબ્‍બાસ અલમદાર પંજા સવારી ગાદીએ હિન્‍દુ, મુસ્‍લિમો સાથે બાપુના દિદાર કરવા આવે છે અને શ્રધ્‍ધાથી ફુલ - અગરબત્તી - નાળીયેર વધારીને પોતાની દિલની જે કાંઇ મુરાદો હોય તે અબ્‍બાસ અલમદાર બાપુ પુરી કરે છે. દર ગુરૂવારે હિન્‍દુ, મુસ્‍લિમ ભાઇ-બહેનો આવે છે. મહોરમના દસ દિવસ હિન્‍દુ - મુસ્‍લિમ ‘મદીના મંઝીલ', ભરતવન સોસાયટી, શેરી નં. ૩, નીલકંઠ પાર્ક પાછળ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ ખાતે સાથે બેસીને ન્‍યાઝ લ્‍યે છે. અબ્‍બાસ અલમદાર ગાદીની મુલાકાતે ભકિતનગર પો.સ્‍ટે.ના પી.એસ.આઇ. એચ.એન.રાયજાદાએ મુલાકાત લીધેલ હતી. તેમની સાથે સદર તાજીયા કમિટિના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા રહ્યા હતા. અબ્‍બાસ અલમદાર ગાદીના મુંજાવર અનવરભાઇ અલાઉદ્દીનભાઇ ધાડા, ગોપાલભાઇ સાવરીયા, ઘનશ્‍યામભાઇ પીઠવા, મિતેષભાઇ સિધ્‍ધપુરા, વિનયભાઇ મકવાણા, ચીરાગભાઇ રાઠોડ, જુબેરભાઇ ધાડા, ધવલભાઇ ભુવા, રહીમભાઇ આમદાણી, રફીકભાઇ પતાણી, સીરાજભાઇ આકબાણી, ઇમરાનભાઇ આકબાણી, વિવેકભાઇ પટેલ, ધર્મેશભાઇ ડોબરીયા વિગેરે અબ્‍બાસ અલમદાર બાપુની ગાદીએ સેવાઓ આપી રહ્યા છે તે તસ્‍વીરમાં નજરે પડે છે.

(4:50 pm IST)