Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સબ રજીસ્‍ટ્રાર કચેરીઓમાં થતા ઉઘરાણા સામે વકીલો મેદાનેઃ એસીબીમાં ફરીયાદ કરાશે

દસ્‍તાવેજ નોંધણીમાં વધારાના રૂપીયા માંગે તો ફરીયાદ કરાશેઃ એડવોકેટ રાજભા એચ.ઝાલા-ડી.ડી.મહેતા : ઓનલાઇન નોંધણી ફી ભરાઇ ગયા છતા સાટાખત કરાર દીઠ ૧૦૦ અને દસ્‍તાવેજ દીઠ ર૦૦ રૂા. લેવાય છે ! ગાંધીનગર સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં એસીબીની રેડ બાદ વકીલો લડી લેવાના મુડમાં

રાજકોટ, તા., ૮: ગાંધીનગરની સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં દસ્‍તાવેજ નોંધણીમાં નિયત ફી સિવાયના ગેરકાયદેસર વધારાના રૂપીયાના થતા ઉઘરાણાની ફરીયાદ બાદ એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો દ્વારા સર્ચ કરી ગેરકાયદેસર નાણા જપ્ત કરાયાના પગલે રાજકોટની સબ રજીસ્‍ટ્રાર કચેરીઓમાં પણ બેફામ ઉઘરાણા થતા હોવાની ઉઠેલ ફરીયાદો બાદ એડવોકેટ રાજભા એચ.ઝાલા તથા ડી.ડી.મહેતાએ જો આવા ઉઘરાણા બંધ નહી થાય તો એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોમાં ફરીયાદ કરવાની ચીમકી ઉચ્‍ચારેલ છે.

રેવન્‍યુ બાર એસોસીએશનના ફાઉન્‍ડર મેમ્‍બર એડવોકેટ રાજભા એચ. ઝાલા તથા ડી.ડી.મહેતાએ જો આવા ઉઘરાણા બ઼ધ નહી થાય તો એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોમાં ફરીયાદ કરવાની ચીમકી ઉચ્‍ચારેલ છે.

રેવન્‍યુ બાર એસોસીએશનના ફાઉન્‍ડર મેમ્‍બર એડવોકેટ રાજભા એચ.ઝાલા તથા ડી.ડી.મહેતાએ વધુમાં જણાવ્‍યું હતું કે ગાંધીનગરની સબ રજીસ્‍ટ્રાર કચેરીની જેમ જ રાજકોટની રબ -રજીસ્‍ટ્રાર કચેરીઓમાં દસ્‍તાવેજ નોંધણીના કાર્યવાહીમાં સબંધીત સ્‍ટાફ દ્વારા દસ્‍તાવેજમાં કોઇ પણ પ્રકારની ક્ષતી ન હોવા છતા યેનકેન પ્રકારે ક્ષતી કાઢી બેફામ ઉઘરાણા કરાય છે. એક સાટાખત કરાર દીઠ રૂા. ૧૦૦ અને દસ્‍તાવેજ દીઠ રૂા. ૨૦૦ ઓછામાં ઓછા જે તે પક્ષકારોના વકીલો પાસેથી લેવાય છે. સાટા ખત અને દસ્‍તાવેજની નોંધણી ફી ઓનલાઇન ચુકવાઇ ગયેલ હોવા છતા તમામ સબ રજીસ્‍ટ્રાર કચેરીઓમાં રોકડ ઉઘરાણા થાય છે. એટલુ  જ નહી તમામ સબ રજીસ્‍ટ્રાર કચેરીઓમાં ખરી નકલની ફીનું ઓનલાઇન પેમેન્‍ટ થઇ ગયું હોવા છતાં નકલ દીઠ રૂા. ૧૦૦ વધારાના લેવાય છે.

રેવન્‍યુ ક્ષેત્રમાં ભ્રષ્‍ટાચાર અટકાવવા તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા હાલના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલએ ઐતિહાસીક સુધારાઓ કરી દસ્‍તાવેજ નોંધણીમાં ઓનલાઇન પેમેન્‍ટ અમલવારીમાં મુકેલ છે. તેમ છતા પણ સબ રજીસ્‍ટ્રાર-કચેરીઓમાં જે તે પક્ષકારોના વકીલો પાસેથી ખુલ્લેઆમ દસ્‍તાવેજ નોંધણીમાં રૂપીયા મંગાય છે અને વકીલોને રૂપીયા આપવાની ના પાડે તો દસ્‍તાવેજમાં યેનકેન પ્રકારે ક્ષતી કાઢી દસ્‍તાવેજની કાર્યવાહી અટકાવવાના પ્રયત્‍નો કરવામાં આવે છે. રેવન્‍યુના વકીલોએ આ ભષ્‍ટાચાર બંધ કરવા કમર કસી છે. આગામી દિવસોમાં રાજકોટની સબ રજીસ્‍ટ્રાર કચેરીઓમાં થતા ઉઘરાણાા અંગે કોઇ વકીલો દ્વારા ફરીયાદ મળશે તો આ અંગે એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોમાં ફરીયાદ કરવા માટે માર્ગદર્શન  અપાશે.

રાજકોટની સબ રજીસ્‍ટ્રાર કચેરીઓમાં થતા ઉઘરાણાઓ અંગે અથવા તો દસ્‍તાવેજ નોંધણીમાં યેનકેન પ્રકારે કોઇ વકીલોને હેરાન કરાય તો  એડવોકેટ રાજભા એચ.ઝાલા મો.નં. ૯૦૬૭૯ ૭ર૬૭ર તથા ડી.ડી. મહેતા મો.નં. ૯૯૯૮૧ ૦૯૯૯૯ને જાણ કરવા અપીલ છે.

(3:52 pm IST)