Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો

જન્‍મોજન્‍મનો એક જ તું સાથ છો
પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો
 બ્રહ્માંડનાં જીવોમાં ચૈતન્‍ય છો તું જ
સ્‍મશાનમાં બિરાજતી ચિદાનંદ લાશ છો
દૈહિક, દૈવિક, આધ્‍યાત્‍મિક સિદ્ધિ વરસાવતો
દરેક જીવનો સનાતની શિવ સંગાથ છો
તું, તારો પરિવારને તારું સર્વસ્‍વ પૂજાય
તું નિર્વિકલ્‍પ તું નિર્વિકાર તું નિરાકાર છો
ઉમા, ગણેશ, લાભ, શુભ, રિદ્ધિ, સિદ્ધિ સૌ તું
તું અજન્‍માને અમર નું મહાકાલ છો
જન્‍મ, મરણનાં બંધનોથી તું મુકત કરતો
કુબેરી ખજાનો ભભૂતનો તું પ્રસાદ છો
કાળ, ભય અને રોગને પળમાં હટાવતો
 ઉર્જા ભંડાર બમ બમ ભોલેનો નાદ છો
 કમી, કમજોરી અને વિધ્નોનો નાશ કરતો
દેવોનો દેવ મહાદેવ મૃત્‍યુંજયી વૈદ્યનાથ છો
ગંગાધર સ્‍વરૂપે પવિત્રતા વહેંચતો અને
હળાહળ એકલો પી જતો તું પુરૂષાર્થ છો
હૈયાનાં બીલીપત્રથી દૂધ, જળ પધરાવું તને
તું શંખ, ડમરું, રુદ્રાક્ષનો મહાશિવરાત્ર છો
મિતલ ખેતાણી
મો.૯૮૨૪૨ ૨૧૯૯૯

 

(3:53 pm IST)