Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભરણપોષણના કેસમાં પત્નિને વચગાળા માસિક ૬ હજાર ચુકવવા પતિને કોર્ટનો હુકમ

રાજકોટ, તા.૮: ભરણપોષણનો કેસ ચાલુ થાય તે પહેલા જ ફેમિલી કોર્ટ દ્વારા પત્નિને વચગાળાના ભરણપોષણ પેટે પતિ દ્વારા પત્નિને છ હજાર ચુકવવાનો કોર્ટે હૂકમ કર્યો હતો.

અત્રે લક્ષ્મીવાડી ૧૯માં મીલપરા મેઇન રોડ રાજકોટ ખાતે રહેતા મીનાબેનના લગ્ન મનીષભાઇ મોરબિયા સાથે ૨૦૧૦મા થયા હતા ત્યારથી બંને પતિ-પત્નિ તરીકે રહેતા હતા. અરજદારના આક્ષેપ મુજબ પતિ, પરણીતાને અવારનવાર નાની-મોટી બાબતે ત્રાસ આપતા હોય તેમ જ કરિયાવર તેમજ રસોઇ બાબતે મેણા ટોણા મારતા હોય જેથી તેઓ પોતાના માવતર રહેવા આવી ગયેલ.

આ દરમિયાન ફેમીલી કોર્ટમા પતિ પાસે ભરણપોષણ મેળવવાની અરજી કરવા માટે તેમના એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા દ્વારા અરજી કરવામાં આવેલ.

જે બાબતે કોર્ટે અરજીને ધ્યાને લઇ પત્નિનો કેસ ચાલે તે સમય દરમિયાન વચગાળા પેટે અરજીની દાખલ તારીખથી માસિક અરજદારને રૃપિયા ૬,૦૦૦/ ભરણપોષણ પેટે ચુકવવાનો હુકમ કર્યો છે અને પતિએ રેલવે સ્ટેશનમાં નોકરી કરતા હોય સ્ટેશન માસ્તર ભકિતનગર સ્ટેશનનો આદેશ કરવામાં આવેલ કે, તેઓ પગારમાંથી હુકમ મુજબની વચગાળાની ભરણપોષણની રકમ કપાત કરી અદાલતમાં જમા કરાવી તેવો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસમાં અરજદાર વતી એડવોકેટ કલ્પેશ એલ.સાકરીયા, રાહુલ બી.મકવાણા, લલિત કે.તોલાણી, નીપુલ આર.કારીયા, ભાર્ગવ ડી.બોડા, પરેશ કુકાવા, તેમજ જુનિયર આસિસ્ટન્ટ મિલન પી. થોરીયોમેર કાનજી સી.શેખ રોકાયેલા હતા

(4:00 pm IST)