Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજેશ્વર મહાદેવ મંદિરે બરફના શિવલીંગ દર્શન

રાજકોટઃ ક્ષૌરકર્મ ધંધાદારી સમિતિ, રાજકોટના મીડીયા ઈન્ચાર્જ  રાજ ધામેલીયાની યાદી મુજબ શ્રાવણ માસના બીજા સોમવારે છેલ્લા વીસ વર્ષોથી મવડી પ્લોટ સ્થિત રાજદીપ સોસાયટી ખાતે બિરાજમાન રાજેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફના શીવલીંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં ફુલકાજળી, વડસાવીત્રી, જન્માષ્ટમી, પિતૃ અમાસ,  બોળચોથ, જેવા ધાર્મિક પર્વોનું શાસ્ત્રોકત રીતે પુજન કરવામાં આવે છે. મંદીરના પુજારી મુકેશગીરી ગોસ્વામી બાપુ, પ્રીતેશગીરી બાપુ, જીગર મારડીયા, અમીત ધામેલીયા સહીતના વ્યવસ્થા સંભાળી રહયા છે.

(4:00 pm IST)