Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

નર્મદા ટાઉનશીપમાં રવિએ બ્લીચીંગ પીધું: ઉઘરાણીના ફોન આવતા'તા

રિક્ષામાં કોલ્ડ્રીંકસના ફેરા કરતો રાવળદેવ યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૮: ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ નર્મદા ટાઉનશીપ આવાસ કવાર્ટરમાં રહેતાં રવિ વજુભાઇ મેર (રાવળદેવ) (ઉ.વ.૩૨) નામના યુવાને બ્લીચીંગનું પાણી પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

રવિભાઇ કોલ્ડ્રીંકસની રિક્ષામાં ફેરા કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્રી છે. કેટલાક લોકો પાસેથી નાણા વ્યાજે લીધા હોઇ ઉઘરાણી માટેના સતત ફોન આવતાં હોઇ જેથી આ પગલુ ભર્યાનું તેના બનેવીએ જણાવ્યું હતું. જો કે રવિ ભાનમાં આવ્યા બાદ સાચી વિગતો બહાર આવશે.

(4:18 pm IST)