Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

આગ બુઝાવવા ફાયર સેફટીનો ઉપયોગ કેમ કરવો

રાજકોટઃ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૮-૨૦૨૨ ના રોજ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) આસ્થા હોસ્પિટલ, ડી માર્ટ ની પાછળ, કુવાડવા રોડ, (૨) જીનેસીસ હોસ્પિટલ સાધુ વાસવાણી રોડ, (૩) શિવાલિક હોસ્પિટલ વૈશાલીનગર – ૯/૧, (૪) મારકણા હોસ્પિટલ વાણિયાવાડી મેઇન રોડ, (૫) શ્રીજી હોસ્પિટલ ૮૦ ફુટ રોડ રેલનગર,(૬) મમતા હોસ્પિટલ, કરણપર (૭) વિનસ હોસ્પિટલ કેકેવી હોલ પાસે, (૮) નિહિત બેબી કેર હોસ્પિટલ લક્ષ્મીનગરમાં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. ઉપરોકત મોકડ્રીલ દરમ્યાન વિવિધ ૮ હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એ.કે.દવે, એફ.આઇ.લુવાની, એસ આર નડીયાપરા એ.બી.ઝાલા,એમ.કે.જુણેજા,  આર.એ.વિગોરા, એચ. પી. ગઢવી, તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમ મનપાની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:11 pm IST)