Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

શહેરના રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ૩૮૮ બોર્ડ-બેનરો હટાવાયા

દબાણ હટાવ શાખા દ્વારા ૩ લાખથી વધુનો વહીવટી તથા મંડપ ચાર્જ વસુલાયો : ૫૭૪ કિલો અખાદ્ય શાકભાજી - ફળોનો નાશ : ૧૬ રેકડી-કેબીનો જપ્‍ત

રાજકોટ  તા. ૮ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧ થી ૭ની શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

મનપાની સત્તાવાર યાદી મુજબ રસ્‍તા પર નડતર ૧૬ રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, વૈશાલીનગર, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર પીજીવીસીએલ ઓફીસ પાસે, પુષ્‍કરધામ રોડ, શિવમ પાર્ક, ગાયત્રીનગર, આંનદબંગલા ચોક, જંકશન રોડ, જયુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ , કૃષ્‍ણનગર મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્‍ય ૮૧ પરચુરણ ચીજ વસ્‍તુઓ જે  જયુબીલી, નુતન નગર રોડ, અયોધ્‍યા ચોક, મવડી મેઈન રોડ,એસ્‍ટ્રોન નાલા પાસે, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, હોસ્‍પીટલ ચોક,  રેલવે જંક્‍સન, રૈયા રોડ, બસ સ્‍ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાડવા રોડ, શાષાી મેદાન, પરથી  જપ્ત કરવામાં આવી હતી.

ઉપરાંત ૫૭૪ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્‍કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જયુબિલી માર્કેટ, રેલ્‍વે જંક્‍શન, આંનદબંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂા. ૧,૯૧,૪૦૦નો વહીવટી ચાર્જ   રેલનગર ઢેબર રોડ,પેલેસ રોડ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો સાથે રૂા.૧,૧૬,૫૨૦ મંડપ ચાર્જ જે  રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડમાંથી વસુલ કરવામાં આવ્‍યો હતો, અને  ૩૮૮ બોર્ડ-બેનરો જે કોઠારીયા રોડ,સોરઠીયાવાડી  પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા.

(4:32 pm IST)