Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ગોકુલ હોસ્‍પીટલમાં દર્દીની જટીલ ન્‍યુરો સર્જરી સફળ

રાજકોટઃ નાનો અકસ્‍માત પણ કયારેક ઘણો જ ગંભીર નીવડી શકે છે માણસની જીંદગી જોખમમાં મુકી દે છે. આવો જ કિસ્‍સો હાલમાં ગોકુલ હોસ્‍પીટલ ખાતે આવ્‍યો. જેતપુર ખાતે એક મહિલા દ્વિચક્રી વાહન પર જતા  હતા ત્‍યારે વાહન પરથી લપસી જતા માથુ ડીવાઇડર સાથે અથડાતા  માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ઇજા એટલે ગંભીર હતી કે પછડાટથી આ મીહલાના ખોપરીના હાડકામાં ૧ સેન્‍ટીમેટર જેટલી જગ્‍યા થઇ ગઇ હતી અને મગજનું હેમરેજ થયું હતું. ઉપરાંત દર્દીને મો, નાક અને કાનમાંથી રકતષાાવ ચાલુ થયો હતો. જેતપુર ખાતે પ્રાથમીક સારવાર લીધા બાદ દર્દીને તાત્‍કાલીક ગોકુલ હોસ્‍પીટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. મોડી રાત્રે ઇમરજન્‍સીમાં પહોંચ્‍યા ત્‍યારે દર્દીની પરિસ્‍થિતિ ઘણી જ ગંભીર હતી અને તેઓ કોમામાં સરી ગયા હતા. પ્રાથમીક નિદાન દ્વારા જ સિનીયર ન્‍યુરો સર્જન ડો. પ્રકાશ મોઢા અને તેમની ટીમએ તાત્‍કાલીક ઓપરેશન કરવાનું નક્કી કર્યુ. જટીલ ઓપરેશન બાદ દર્દીને ત્રણ દિવસ વેન્‍ટીલેટર સહીત પાંચ દિવસ આઇસીયુમાં રાખવામાં આવ્‍યા હતા અને બાદમાં તબીયતમાં નોંધપાત્ર સુધારો થતા દર્દીને વોર્ડમાં રાખવામાં આવ્‍યા હતા.  ગોકુલ હોસ્‍પિટલનાં નિષ્‍ણાંત ડોકટરોની ટીમ દ્વારા સમયસરની શ્રેષ્‍ઠ અને સચોટ સારવાર થકી આ દર્દીનું હોસ્‍પિટલનું રોકાણ માત્ર નવ દિવસનું જ રહ્યુ હતું અને નવમાં દિવસે દર્દી હલન ચલન કરતા થયા હતા અને સ્‍વસ્‍થતા સાથે હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જીવન-મરણની કપરી પરિસ્‍થિતીથી નવજીવન તરફની સંપૂર્ણ સારવાર સિનિયર ન્‍યુરો સર્જન ડો.પ્રકાશ મોઢા, ડો.વિક્રાંત પુજારી, ડો.તેજસ ચોટાઇ, ડો.ત્રિશાન્‍ત ચોટાઇ, ટ્રોમા સર્જન ડો.કૌશિક પટેલ તેમજ ક્રિટિકલ કેર ટીમ ડો.તેજસ મોતીવરસ, ડો.દિગ્‍વિજયસિંહ જાડેજા,ડો. તેજસ કરમટા, ડો.હાર્દિક વેકરીયા, ડો.પ્રિયંકાબા જાડેજા સમગ્રનો મહત્‍વપૂર્ણ ફાળો રહ્યો હતો. આ જટિલ ઓપરેશન દરમિયાન એનેસ્‍થેટિસ્‍ટ તરીકે ડો.મંગલ દવેએ જવાબદારી નિભાવી હતી.

(4:33 pm IST)