Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

પાળ રોડ પર એપાર્ટમેન્ટમાં સનતભાઇ દવેનો ઝેરી દવા પી આપઘાત

માનસીક બીમારીથી કંટાળી વૃધ્ધે પગલું ભર્યું

રાજકોટ તા. ૮: શહેરના પાળ રોડ પર આવેલા જય ખોડીયાર એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધે માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ પાળ રોડ પર સાકરીયા બાલાજી ચોક પાસે જય ખોડીયાર એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ર૦૩માં રહેતા સનતભાઇ બાબુભાઇ દવે (ઉ.વ. ૬ર) એ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે માકડ મારવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મૃતક સનદભાઇ કર્મકાંડ કરતા હતા. માનસીક બીમારીના કારણે પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ ટી. આર. બુહાર તથા રાઇટર રીતેષભાઇ પટેલે કાર્યવાહી કરી હતી.

બીમારી સબબ બેભાન થઇ જતા મહિલાનું મોત

૪૦ ફૂટ રોડ પર જલારામ સોસાયટી શેરી નં. ૩ માં રહેતા રંજનબેન દિનેશભાઇ રાઠોડ (ઉ.વ. પપ) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારેઢ બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક રંજનબેનને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. પી. બી. જીલરીયા અને રાઇટર લાલજીભાઇએ કાર્યવાહી કરી હતી.

(12:03 pm IST)