Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કુવાડવા ચોકડીએથી બામણબોરના જયંતિને ૪૯૨ બોટલ દારૂ સાથે એસઓજીએ પકડ્યો

૩ લાખની નંબર વગરની બોલેરો અને ૧,૯૬,૮૦૦નો દારૂ મળી ૫ લાખનો મુદ્દામાલ કબ્જેઃ બામણબોરના અજય કોળીનું નામ ખુલ્યું: દારૂ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચાડવાનો હતો : હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને અજીતસિંહ પરમારની બાતમી

રાજકોટ તા. ૮: શહેર એસઓજી બ્રાંચની ટીમે કુવાડવા ગામની ચોકડી બાલગોપાલ હોટેલ પાસેથી બાતમી પરથી નંબર વગરની પીકઅપ બોલેરોમાં રૂ. ૧,૯૬,૮૦૦ના ૪૯૨ બોટલ (૪૧ પેટી) દારૂ સાથે બામણબોરના જયંતિ ઉકાભાઇ બાવળીયા (કોળી) (ઉ.વ.૩૫)ને પકડી લઇ ગાડી, દારૂ, મોબાઇલ મળી રૂ. ૫,૦૧,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પકડાયેલા જયંતિની પ્રાથમિક પુછતાછમાં તેણે એવી કબુલાત આપી હતી કે આ દારૂનો જથ્થો તેને બામણબોરના અજય કોળીએ ભરી આપ્યો હતો. આ માલ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચાડવાનો હતો. એ પછી અજયનો ફોન આવે ત્યારે આગળ કટીંગ કરવાનું હતું. પોલીસે અજયની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસઓજી પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને અજીતસિંહ પરમાર પેટ્રોલીંગમાં હતાં ત્યારે સમીરભાઇ, અનિલભાઇ અને અજીતસિંહની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

(12:04 pm IST)