Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ખાનગી કોવિડ હોસ્પીટલોમાં વધુ ૧૦૦ બેડની વ્યવસ્થા કરાવતુ કલેકટર તંત્ર

સ્ટર્લીંગ અને વોકહાર્ટનાં કોવિડ સેન્ટરોમાં બેડની સંખ્યા વધરાવતા રેમ્યા મોહન

રાજકોટ તા. ૮ :.. શહેરમાં હવે દરરોજ ૧૦૦ જેટલા કોરોનાં કેસ આવી રહયા છે ત્યારે ખાનગી કોવિડ હોસ્પીટલોમાં વધુ ૧૦૦ જેટલા બેડની વ્યવસ્થા કલેકટર રૈમ્યા મોહન દ્વારા કરાવવામાં આવી છે.આ અંગે કલેકટર કચેરીનાં સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ કોરોનાં કેસ વધવા લાગ્યા છે ત્યારે દરેક દર્દીને સારવાર મળી રહે તે માટે બે ખાનગી કોવિડ હોસ્પીટલોમાં મળી કુલ ૧૦૦ વધારાનાં બેડની વ્યવસ્થા કરાવવામાં આવી છે.સુત્રોનાં જણાવ્યા મુજબ સ્ટર્લીંગ હોસ્પીટલનાં કોવિડ કેર સેન્ટરમાં ૬૦ અને વોકહાર્ટ હોસ્પીટલનાં કોવિડ કેર સેન્ટરમાં ૪૦ બેડ એમ કુલ ૧૦૦ જેટલા વધારાનાં બેડની વ્યવસ્થા કલેકટર રેમ્યા મોહનની સુચનાથી કરાવવામાં આવી છે. આ હોસ્પીટલોમાં સરકાર માન્ય ચાર્જ લઇને જ દર્દીની સારવાર કરવામાં આવે છે. માટે કોઇ એ ચિંતા કરવાની જરૂર નથી તંત્ર તમામ વ્યવસ્થા કરી રહ્યુ છે. તેમ સુત્રોએ જણાવેલ છે.

(3:44 pm IST)