Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

હેમાબેન સાથે ગૌ રક્ષા અંગે ચર્ચા ગોષ્ઠી

જુનાગઢમાં ભાજપના વડીલ શ્રીમતી હેમાબેન આચાર્ય સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાએ શુભેચ્છા મુલાકાત લઇ કામધેનુ આયોગની ગતિવિધિઓ અંગે ચર્ચા કરી હતી. સુર્યકાન્તભાઇ આચાર્ય સાથેના જુના સંબંધોને પણ યાદ કરી સંસ્મરણો તાજા કર્યા હતા. જે રીતે ગૌમય ગણેશ ઉત્સવ ઉજવાયો તે રીતે કામધેનું દિપાવલી ઉજવાય તેવો ભાવ વ્યકત કરાયો હતો. ગાયના ગોબરમાંથી બનેલી વિવિધ આઇટેમો બજારમાં મુકી લોકોમાં ગાય પ્રત્યેની શ્રધ્ધા અને વૈજ્ઞાનિક અભિગમ વધારવા વધુને વઘુ પ્રયાસ થાય તેવી હીમાયત કરાઇ હતી. તસ્વીરમાં હેમાબેન સાથે ગૌ રક્ષા અને પર્યાવરણ સંબંધી ચર્ચા કરતા ડો. કથીરીયા નજરે પડે છે.

(2:40 pm IST)