Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જંગલેશ્વરમાં અસ્લમ લીંગડીયાના મકાનમાં દરોડોઃ જુગાર રમતા આઠ શખ્સો પકડાયા

ભકિતનગર પોલીસનો દરોડોઃ મકાન માલીક અસ્લમ, મહેબુબ, મામદ, રાજુ, શબીર, પરબત, મેહુલ અને સત્તારની ધરપકડ

રાજકોટ તા. ૮: જંગલેશ્વરમાં આઝાદ ચોક પાસે મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ જંગલેશ્વર શેરી નં. ૩૩માં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. સલીમભાઇ મકરાણી, રણજીતસિંહ પઢારીયા અને વાલજીભાઇ જાડાને બાતમી મળતા પીઆઇ જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. બી. પટેલ, એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. સલીમભાઇ, રણજીતસિંહ, મનરૂપગીરી, વાલજીભાઇ, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, મનીષભાઇ શીરોડીયા, રાજેશભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા તથા મૈસુરભાઇ સહિતે જંગલેશ્વર શેરી નં. ૩૩ માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક અસ્લમ કરીમભાઇ લીંગડીયા (ઉ.વ. ર૭), મહેબુબ કરીમભાઇ લીંગડીયા (ઉ.વ. ર૧), મામદ અજીતભાઇ ચુડાસમા (ઉ.વ. ૩૧), શેરી નં. ર૯ના રાજુ અકબરભાઇ પીલુડીયા (ઉ.વ. ર૭), શબ્બીર કરીમભાઇ લીંગડીયા (ઉ.વ. ર૩), શેરી નં. ર૭ના પરબત કરશનભાઇ ભોજવીયા (ઉ.વ. ૧૯), જંગલેશ્વર આર. એમ. સી. કવાર્ટર નં. ૧૬૧ના મેહુલ વહાણભાઇ કાંજીયા (ઉ.વ. ૩૮) અને શેરી નં. ૩૩ ના સતાર અબ્દુલભાઇ ઠાસરીયાને પકડી લઇ રૂ. ૧૩,૬૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી અને તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:42 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર :છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 42,77,584 થયો : 8,82,751 એક્ટિવ કેસ : વધુ 74,123 દર્દીઓ સાજા થતા કુલ 33,21,420 રિકવર થયા : વધુ 1129 લોકોના મોત ; કુલ મૃત્યુઆંક 72,816 થયો access_time 1:16 am IST

  • અમદાવાદ ભાજપના સાંસદ હસમુખ પટેલ અને તેમના પત્નિને પણ કોરોના પોઝીટીવ : યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ access_time 5:29 pm IST

  • રાજસ્થાન હાઇકોર્ટની પ્રાઇવેટ સ્કૂલોને લપડાક : કુલ ફીના 70 ટકા ફી જ લઇ શકાશે : તેના પણ ત્રણ હપ્તા કરી આપવાના રહેશે access_time 12:38 pm IST