Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

દિકરા તું ચિંતા ન કરતો, અહિ બહુ સારી રીતે રાખે છે...વિડીયો કોલથી વાત કરી દર્દી પ્રવિણભાઇ ઉનડકટ થયા લાગણીશીલ

સિવિલ કોવિડમાં સૌરાષ્ટ્રના પ્રથમ જ વખત વિડીયો કોલીંગની સુવિધાઃ ૧૬ કર્મચારીઓ મોબાઇલ ફોન સાથે સક્રિય

રાજકોટ તા. ૮ : 'દિકરા !ઙ્ગટેન્શન જરાય ના લેતો,ઙ્ગઅહીંયા મને બોવ સારી રીતે સાચવે છે. તમને કોઈનેઙ્ગમારી ચિંતા ન થાય એટલા માટે વિડીઓ કોલથી પણ વાત કરાવે છે,ઙ્ગજયારે તુ ફોન કરીશને ત્યારે તને મારી સાથે વિડીયો કોલમાં વાત કરાવી દેશે.' આ શબ્દો છે, પ્રવિણભાઈ ઉનડકટના. જેઓ રાજકોટ કોવિડ-૧૯ ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

કોરોનાગ્રસ્ત દર્દી જયારે હોસ્પિટલમાં દાખલ થાય છે,ઙ્ગત્યારે એમના સ્વાસ્થ્યની ચિંતા એમના સ્વજનોને થતી હોય છે.ઙ્ગઅન્ય સામાન્ય રોગ હોય તો હોસ્પિટલાઇઝડ દર્દીની દેખરેખ માટે પરિવારજનો ખડેપગે હોય એ સ્વાભાવિક છે,ઙ્ગપરંતુ કોરોના જેવી મહામારીમાં દાખલ દર્દીના સંપર્કમાં આવવું એ પણ જોખમી હોય છે,ઙ્ગત્યારે દાખલ કોરોનાગ્રસ્ત દર્દીના સ્વાસ્થ્ય અને સ્થિતિ અંગે તેમની સારવાર કરતાં ડોકટરો જ એકમાત્ર આધાર હોય છે,ઙ્ગઆવા સંજોગોમાં રાજકોટનીઙ્ગકોવિડ-૧૯ ડેડીકેટેડ હોસ્પિટલના તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓ અને પરિવારજનોની વ્હારે આવ્યાં છે. સિવીલ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા સૌરાષ્ટ્રમાં પહેલીવાર વિડીયો કોલિંગનો નવતર પ્રયોગ કરી દર્દીઓનો ભરપૂર પ્રેમ મેળવ્યો છે. ડોકટરોની ટીમ દર્દીઓના પરિવારજનો સાથે રોજ એક વાર વિડીઓ કોલિંગથી વાતચીત કરાવે છે. આ રીતે હોસ્પિટલના તબીબોએ અનોખી સાયકોસોશ્યલ હેલ્થ કયોર ટ્રીટમેન્ટ અપનાવી છે,ઙ્ગજેમાં દર્દીને પ્રસન્ન વાતાવરણ પૂરૂ પાડી માનસિક રીતે મજબૂત બનાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે દરેક ફલોરપર એક એમ કુલ ૧૬ જેટલા વ્યકિતઓ મોબાઈલ સાથે પોતાની સેવા બજાવી રહ્યા છે.

આ નવતર પ્રયોગમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતાં ડોકટરો દર્દીઓની વિઝીટ માટે જાય ત્યારે દર્દીઓની સાથે આત્મીયતાથી વાત કરી સાજા થવા પ્રેરણા આપે છે અને ત્યારબાદ તેમને અપાયેલા ફોન થી જ એમના પરિવારજનોને વિડીયોકોલ કરી દર્દીના સ્વાસ્થ્ય અને શારીરિક પરિસ્થિતિ વિશે વાકેફ કરે છે,ઙ્ગસાથે પરિવારજનોને જરા પણ ચિંતા ન કરવાં જણાવી દર્દી સાથે વિડીઓકોલમાં વાત કરાવે છે. આ સંવેદનાસભર પહેલ થકી ડોકટર અને દર્દી બંને સાથે રહી દર્દીના સ્વજનો સાથે વાત કરે છે,ઙ્ગજેનાથી દર્દીના પરિવારને એમની રોજેરોજની સ્થિતિ,ઙ્ગસ્વાસ્થ્યમાં થતો સુધારા વિશે જાણ થાય છે,ઙ્ગદર્દી પણ પરિવારના સભ્યો સાથે દરરોજ વાત કરીને માનસિક રીતે મજબૂત બને છે,ઙ્ગએમને પોતાનો પરિવાર હોસ્પિટલમાં સાથે જ હોય એવી હકારાત્મક લાગણી થાય છે.

સિવીલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.પંકજ બુચ એ જણાવ્યું હતું કેઙ્ગશ્નઅમારી તબીબી અને નર્સિંગ ટીમ કોવિડ-૧૯ વોર્ડમાં ૨૪ કલાક ફરજ બજાવે છે. અમારી ટીમના ડોકટરો દર્દીની ફિઝિકલ અને મેન્ટલ કયોર પર વિશેષ ધ્યાન આપવાની કોશિશ કરી રહ્યા છે. કુટુંબીજનો વારંવાર સ્વજન દર્દીની તબિયત અંગે પૃચ્છા કરતાં હોય છે,ઙ્ગએમને ખાવાપીવા અને બીજી સુવિધા બરાબર મળે છે કે નહીં એ અંગે ચિંતા પણ વ્યકત કરે છે,ઙ્ગત્યારે દર્દી એમના પરિવાર સાથે દરરોજ વિડીઓ કોલથી વાત કરી શકે એ માટે માસ કોલિંગનો અમે પ્રયોગ કર્યો છે. જેમાં જે ડોકટરો દર્દીને સારવાર આપવા રાઉન્ડ પર હોય છે,ઙ્ગત્યારે દિવસમાં એકવાર દર્દીના જ ફોનથી એમના સંબંધીને ફોન કોલ અથવા વિડિયો કોલ કરી કરી એમની હાલની સ્થિતિ વિશે વાત કરીએ છે. જેથી દર્દીના સગાસંબધીઓને પણ એમની તબિયત અંગે ખબર પડે છે,ઙ્ગઅને એમને ખાતરી પણ થાય છે કે ડોકટરો સમયસર સારવાર આપી રહ્યા છે.

(2:45 pm IST)