Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારસંભાળ માટે ૧૮૭ તબિબો, ૩૦૦ રેસિડેન્ટ ડોકટર સહિત ૭૮૫ કોરોના વોરિયર્સની ૨૪ કલાક સેવા

૫૬૩ બેડની અદ્યતન સુવિધાઃ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ એડી. કલેકટર એ.વી. વાઢેર અને એન.આર. ધાંધલના માર્ગદર્શન હેઠળ કન્ટ્રોલ રૂમમાં વિશેષ સુવિધા

રાજકોટ તા. ૮ : કોરોનાના દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે રાજય સરકારઙ્ગ તમામ અથાગ પ્રયાસો કરી રહી છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા સરકારી હોસ્પિટલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પી.પી.ઈ. કિટમાં પરસેવાથી રેબઝેબ પોતાની પરવા કર્યા વગર દર્દીઓની સેવા માટે ૨૪*૭ સારવાર કરી રહ્યા છે. આ તબીબો અને નર્સ બહેનોની દર્દી પ્રત્યેની કર્તવ્ય પરાયણતા કાબિલે દાદ છે.

રાજકોટની કોવિડ હોસ્પિટલમાંઙ્ગ૫૬૩ બેડની અદ્યતનઙ્ગ સારવાર-સુવિધા સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાઉન્ડ ધ કલોક અલગ અલગ શિફટમાં તબીબો અને સ્ટાફ દર્દીની સારવાર માટે ફરજ બજાવી રહ્યા છે. હોસ્પિટલના દરેક ફલોર પર ફરજ પરના તબીબો અને સ્ટાફની ફરજનું અગાઉથી આયોજન કરી સંકલનથી મેનેજમેન્ટ કરવામાં આવે છે. હોસ્પિટલ બિલ્ડીંગની બહાર કંટ્રોલરૂમમાં દર્દીઓના સગાની ફરિયાદ, રજૂઆત, સૂચન સહિતની બાબતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.

આ કંટ્રોલના ઇન્ચાર્જ અધિકારી એડિશનલ કલેકટર શ્રી એ.વી વાઢેર અને રાજકોટના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારશ્રી એન.આર. ધાંધલેઙ્ગ જણાવ્યું હતું કે,ઙ્ગ રાજકોટ ખાતેની હોસ્પિટલમાં ૧૮૭ તબીબ, ૩૦૦ રેસીડેન્ટ તબીબો, ૮૭ ઈન્ટર્ની તબીબ, ૧૬ મેડીકલ ઓફિસર અને ૧૯૫ નર્સિંગ સ્ટાફ સેવા બજાવી રહ્યા છે. કંટ્રોલરૂમમાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. હર્ષદ દૂસરા અને ડો. બીનાબેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમમાં પણ રાઉન્ડ ધ કલોક સેવા આપવામાં આવે છે અને તા. ૧ સપ્ટેમ્બરથી તા.૫ સપ્ટેમ્બર સુધીમાં દર્દીના સગાનીઙ્ગ ૩૮ઙ્ગ ફરિયાદો - પૃચ્છાનો સંવેદનાપૂર્વક નિકાલ કરવામાં આવેલ છે.

રાજકોટ જીલ્લાના કોરોના દર્દીઓને દાખલ કરવા માટેની માહિતી મેળવવા રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ

અઠવાડીયામાં ૬૭૪ લોકોએ કન્ટ્રોલ રૂમની સેવાનો લાભ લીધો

રાજકોટ,ઙ્ગતા. ૮ :ઙ્ગરાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલોમાં ઉપલબ્ધ જગ્યા અને સારવાર અંગેની તમામ માહિતી દર્દીના સગાને એક જ જગ્યાએથી મળી જાય તે માટે રાજકોટ કલેકટર કચેરીમાં રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

તા. ૧ સપ્ટેમ્બર - ૨૦૨૦થી શરૂ થયેલા આ કંટ્રોલ રૂમમાં કુલ પાંચ હેલ્પલાઇન કાર્યરત છે. જેના નંબર ૯૪૯૯૮ ૦૪૦૩૮,ઙ્ગ૯૪૯૯૮ ૦૬૪૮૬,ઙ્ગ૯૪૯૯૮ ૦૧૩૩૮,ઙ્ગ૯૪૯૯૮ ૦૬૮૨૮,ઙ્ગ૯૪૯૯૮ ૦૧૩૮૩ છે.

રાજકોટ કલેકટર કચેરીના આ કંટ્રોલરૂમમાં રાઉન્ડઙ્ગઙ્ગધ કલોક કર્મચારીઓ ફરજ બજાવે છે. છેલ્લા એક અઠવાડિયામાં ૬૭૪ લોકોએ કોલ કરીને આ સેવાનો લાભ મેળવેલ છે.

(2:45 pm IST)