Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોનાના લોકડાઉને બે રીતે લોકોના બરડા ભાંગી નાખ્યા

લોકડાઉનમાં લોકોને ઘરે રહેવું ભારે પડ્યું વર્ક ફ્રોમ હોમની ભેટ : સાંધા, કમરના દુઃખાવા : અમદાવાદના ડો. પ્રવીણ ગર્ગ જણાવે છે કે ૫ મહિનાથી લોકો દ્યરે જ છે તેવામાં લોકો સન લાઇટથી પણ દૂર હોવાના લીધે હાડકાની બારડતા વધી છે, વિટામિન ડી માટેનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત એટલે સન લાઈટ અને અત્યારે લોકો દ્યરમાં પુરાયેલા છે ત્યારે સૂર્યપ્રકાશ ઓછો મળે છે ત્યારે હાડકાને તો અસર થઇ જ છે આ ઉપરાંત લોકોની પાચન શકિત પણ નબળી થઇ છે. ઓબેસિટી, પેટના દર્દો વધ્યા છે. યુરિક એસિડની સમસ્યા વધી છે. ડાયાબિટીસ, સાંધાના દુખાવા વગેરે સમસ્યા વધી હોય તેવું જોવા મળ્યું છે. : કોરોના કાળમાં લોકોના વર્ક ફ્રોમ હોમના લીધે હાડકાની બીમારી જેમાં કમરના દુઃખાવા, સાંધાના દુઃખાવા, થાક, વગેરે સામાન્ય વાત થઇ ગઈ છે. જે લોકોને કોરોના થયો હતો અને અત્યારે ટ્રીટમેન્ટ પુરી થઇ ગયેલી છે તેવા લોકોને હાલમાં થાક, સુસ્તી, હાડકામાં સામાન્ય ટુટભાંગ, સાંધાના દુખાવા વગેરે લક્ષણો જોવા મળી રહ્યા છે. હાડકાના ડોકટરો પાસે સૌથી વધુ દર્દી કોરોનાથી બહાર આવ્યા બાદ આવી રહ્યા છે.

રાજકોટ, તા. ૮ :  લોકો છેલ્લા ૫, ૬ મહિનાથી દ્યરે બેઠા છે ત્યારે વર્ક ફ્રોમ હોમની સ્થિતિ છે ઓફિસ સમય સિવાય લોકો દ્યરે જયારે આરામ કરી શકતા હતા એ સ્થિતિ હવે નથી રહી લગભગ જે લોકો દ્યરેથી કામ કરે છે તેમની સ્થિતિ એવી થઇ છે કે ઓફિસ સમય સિવાય પણ જો કામ આવે તો તેમને કામ કરી આપવું પડે છે તેવામાં દ્યરેને દ્યરે જ ઉપરાંત સતત બેસી રહેવાને કારણે સાંધા, કમરના દુખાવા વધી રહ્યા છે.

મોટી ઉંમરે થતા રોગ હવે નાની, યુવા વયથી જ કમરના, સાંધાના હાડકાની બીમારી થઇ રહી છે. હાડકાના ડોકટરોનું માનવું છે કે ખાસ કરીને આવી સ્થતિ ત્યારે થાય છે કે જયારે લોકો એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી રહે છે આ સમયે કમરના, થાપાના દુખાવા, ગર્દનના દુખાવા, વગેરે વધુ થવાની શકયતા છે. લોકડાઉન ઙ્ગસમયે લપકોની હાલત પણ પણ આવી જ થઇ છે. રોજના અંદાજે ૧૫૦ દર્દીઓ માંથી ૨૦ થી ૨૫ એવા દર્દીઓ હોય છે કે જેને હાડકાના દર્દ જોવા મળે છે.

હાડકાના ડોકટર જણાવે છે કે શરીરમાં નવા હાડકાં સતત નવા બનતા રહે છે. વધુ પડતી તકલીફો ૩૦ વર્ષ પછી જોવા મળે છે કારણ કે ત્યાર પછી શરીરના હાડકા નવા બનવાની પ્રક્રિયા ધીમી થઈ જતી હોય છે.આવી સ્થિતિમાં ઓસ્ટીઓપોરોસીસ અથવા ઓસ્ટીઓમલેશિયા થવાની શકયતા વધી જાય છે. વર્ક ફ્રોમ હોમના સમયે લોકો એક જ સ્થિતિમાં બેસી રહેવાથી આવી સમસ્યાઓ વધુ જોવા મળે છે. શરીરનું હલન ચલન પ્રમાણમાં ઓછું થઇ ગયું હોવાના લીધે માંસપેશીઓની કસરત ઓછી થઇ જાય છે.મસ્કયુલોસ્કેલેટલ ટીશ્યુ રોજ બહાર કામ કરવાથી બહાર હરવા ફરવાથી એકિટવ રહે છે. બહાર જવાના લીધે શરીરનું હલન ચલન થતું રહે છે આથી હાડકાંની કસરત પણ થતી રહે છે.

દ્યૂંટણ અને સીટના હાડકા ઉપર ગંભીર અસર

કોરોના પહેલા કમ્ફર્ટ અને ત્યારબાદ લોહીમાં હાયપર કાગ્યુલેશન રહી જવાથી તેમાં રકતકણ ચોંટી જાય છે, અને ત્યાં જમાવડો થવા લાગે છે, આ લોહીનો જમાવડો જયારે સીટના ભાગે અથવા તો દ્યૂંટણના ભાગે જમા થવા લાગે છે ત્યારે ત્યાંના હાડકાઓમાં અને ધમનીઓમાં આ જમાવડો તકલીફ ઉભી કરે છે, સીટના હાડકા અને દ્યૂંટણ તેના સામાન્ય કામ કરવામાં તકલીફ ઉભી થાય છે. આ કલોટિંગ જયારે ધમનીઓમાં જમા થાય છે તેને એવેસ્કુલર નેક્રોસીસ (EVN) કહે છે.

(2:47 pm IST)