Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

દહેજના ત્રાસના કારણે પરિણિતાને આપઘાતની ફરજ પાડવા અંગે પતિની માનવતાની અરજી રદ

રાજકોટ તા. ૮ : અહીના કોઠારીયા મેઇન રોડ ઉપર હુડકો નજીક આવેલ વિજયનગર શેરી નં. રમાં રહેતી સેજલબા નામની પરિણિતાને  આપઘાત કરવાની ફરજ પાડવાના ગુનામાં પકડાયેલ તેણીના પતિ યશપાલસિંહ ભરતસિંહ વાઘેલાએ ર૧ દિવસ માટે માનવતાના કારણોસર જામીનપર છોડવા કરેલઅરજીને એડી સેસન્સ જઇ આર.એસ.શર્માએ નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છેકે, તા.ર૬/૬/ર૦ નારોજ પરિણીતા સેજલબાએ દહેજના કારણે પતિ દ્વારા અપાતા શારીરીક માનસિક ત્રાસ આપતા ચૌથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.

આ ગુનામાં આરોપી પતિ દ્વારા માનવતાના કારણસર ર૧ દિવસ માટે જામીન મળવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલ કે, આરોપી સામે સમાજ વિરોધી ગંભીર પ્રથમ દર્શનીય ગુનો હોય વચગાળાની જામીન આપી શકાય નહિ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી.સેસ.જજ શ્રી શર્માએ આરોપીની વચગાળાની જામીન અરજી રદ કરી હતી. આ કામે સરકાર પક્ષે એ.પી.પી. સમીર એમ.ખીરા રોકાયા હતા.

(3:34 pm IST)