Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોનામાં શ્વાસની તકલીફવાળા દર્દીઓનો ફિઝીયોથેરાપીથી ઇલાજ : સિવિલમાં સફળ પ્રયોગ

ડોકટરો - નર્સ સહિતનો સ્ટાફ દર્દીઓની ઉત્તમ સારવાર કરે છે : કોરોના : વોર્ડમાં દાખલ મેયર બીનાબેન આચાર્યને ફિઝીયોથેરાપીથી વિશેષ રાહત : ડો. હિમાની રાવલ અને ડો. પારસ જોષી દ્વારા ૨૫૦ દર્દીઓને શ્વાસની તકલીફ સબંધી કસરતો કરાવી રહ્યા છે

રાજકોટ તા. ૮ : શહેરમાં દિવસેને દિવસે કોરોના કહેર વધતો જાય છે ત્યારે સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે. આમ છતાં અહીંના ડોકટરો - નર્સ સહિતનો સ્ટાફ સતત ખડેપગે રહી દર્દીને ઉત્તમ સારવાર આપી રહ્યા છે. તેમ શહેરનાં પ્રથમ નાગરિક બીનાબેન આચાર્ય કે જેઓ છેલ્લા છ દિવસથી સિવિલના કોવિડ વોર્ડમાં કોરોનાની સારવાર દરમિયાન થયેલ સુખદ અનુભવથી જણાવ્યું હતું.

બિનાબેને જણાવેલ કે, સિવિલ હોસ્પિટલના ડોકટરોએ કોરોનાથી ઉભી થતી શ્વાસની તકલીફ દુર કરવા માટે ફિઝીયોથેરાપીના ઇલાજનો પ્રયોગ શરૂ કર્યો છે અને તેમાં તેઓને મોટી સફળતા મળી છે. કેમકે કસરતથી દર્દીઓને શ્વાસની તકલીફમાં મોટો ફાયદો જોવા મળી રહ્યો છે.

બિનાબેન આચાર્યએ વિશેષ વિગતો આપતા જણાવેલ કે, કોરોના વાયરસથી સંક્રમિતોને શ્વાસ લેવામા પડતી તકલીફોને નિવારવા માટે સિવિલ હોસ્પિટલમાં ફિજીયોથેરાપી આપવામા આવી રહી છે. જેના સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. ફિજીયોથેરાપીના માધ્યમથી અનેક દર્દીઓને રાહત મળી છે. શહેરના મેયર શ્રીમતી બીનાબેન આચાર્યએ હોસ્પિટલમાં મળી રહેલી સેવા અને સુવિધા બાબતે આનંદ વ્યકત કરતા ડોકટર અને અન્ય મેડીકલ કર્મીઓ દ્વારા ઉત્તમ સેવા મળી રહી છે.

શ્રીમતી આચાર્યએ વધુમા જણાવ્યુ કે,ઙ્ગછેલ્લાં પાંચ-છ દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છું. મને જોઈન્ટસમા થોડી તકલીફો પડી રહી હતી. અહિંના ડોકટર અને ફિજીયોથેરાપિસ્ટની સલાહ અને સારવાર ઘણી રાહત અનુભવી રહી છું.

સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસથી સંક્રમિત અનેઙ્ગ સારવાર મેળવીઙ્ગ અશોકભાઈ રાઠોડ કહે છે કે, શ્વાસ લેવામાં તકલીફ પડી રહીઙ્ગ હતી. અહિંના ડોકટર્સ અને ફિજીયોથેરાપિસ્ટ દ્વારા શ્વાસ સંબંધિ વિવિધ કસરત કરાવતા હતા. તેથી શ્વાસ લેવામા ઘણી રાહત મળી છે.

ફિજીયોથેરાપિસ્ટ ડો. હેમાની રાવલ કહે છે કે,ઙ્ગ કોરોના વાયરસથી સંક્રમિતોને શ્વાસ અને ઉંઘ ન આવવાની સાથે સાથે થોડો તણાવ પણ અનુભવતા હોય છે. આ માટે જરૂરી એકસરસાઈઝ અને કાઉન્સેલીગ કરવામા આવી રહ્યા છે. જેનો દર્દીઓમાં ઘણો ફાયદો જોવા મળી રહ્યા છે.ઙ્ગ

સિનિયર ફિજીયોથેરાપિસ્ટ ડો.પારસ જોષી કહે છે,ઙ્ગઅમારી ટીમ જેમને શ્વાસ લેવામા તકલીફ છે અને પુરતોઙ્ગ ઓકસીજન મળી રહે તે માટે આશરે ૨૫૦ જેટલા કોરોનો વાયરસથી સંક્રમિતોને વિવિધ શ્વાસ સંબંધિ કસરતો કરાવી રહ્યા છે. ઉપરાંત જરૂર જણાએ અન્ય ડોકટર્સ સાથે સંકલન કરીને સંક્રમિતોને સારવાર આપી રહ્યા છીએ. તેમ તેમણે જણાવ્યુ હતુ.

(3:35 pm IST)