Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સમરસ કોવીડ હેલ્થ સેન્ટરના સીકયુરીટી સ્ટાફને ફાયર સેફટીની તાલીમ

કોરોનાની સારવાર લઈ રહેલા બાળ દર્દીઓને રમકડાંની કિટ અપાઈ

રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના કાળમાં 'જનસુરક્ષા' અને 'જનકલ્યાણ' અર્થે  સવિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે અન્વયે રાજકોટ શહેર-૨ના પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ અને ચીફ ફાયર સેફટી ઓફિસર ઠેબાના માર્ગદર્શન હેઠળ સમરસ કોવીડ હેલ્થ સેન્ટરના સીકયુરીટી સ્ટાફને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી છે. લોકોને ત્વરીત બચાવવા અગ્નિ શમનના પગલાંઓ વિશે સમગ્ર જાણકારી આપીને માહિતીગાર કરવામાં આવ્યા હતા.

 આ ઉપરાંત પ્રાંત અધિકારીશ્રી બ્રીજેશ કાલરીયા, ડો. પીપળીયા, ડો. મેહુલ પરમાર અને ડો. જયદીપ ભુંડીયા દ્વારા સમરસ કોવીડ હેલ્થ સેન્ટરમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૫ વર્ષથી નાની ઉંમરના ૧૧ બાળ દર્દીઓને આનંદ-પ્રમોદ માટે, એકલું ન લાગે, સારવાર દરમિયાન ચહેરા પર સ્મિત રેલાય રહે તે માટે રમકડાંની કીટ આપવામાં આવી છે.

(3:37 pm IST)