Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કાલથી ૩ દિવસ સુધી વોર્ડ નં. ૧૧માં ધન્વંતરી રથ ફરશે : કોરોના ટેસ્ટ થશે

તમામ વિસ્તારોમાં વિનામૂલ્યે આરોગ્ય તપાસ : ઉકાળા વિતરણ કરાશેઃ સુવિધાનો લાભ લેવા મ્યુ. કમિશ્નર ઉદ્દિત અગ્રવાલનો અનુરોધ

રાજકોટ, તા. ૮ :  શહેરનાં મહાનગરપાલિકા વોર્ડ નં.૧૧ માં ધનવંતરી રથ દ્વારા લોકોને દ્યરે દ્યરે જઇ તમામ પ્રકારનાં રોગો જેવા કે શરદી, ઉધરસ, તાવ, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર વિગેરેની ચકાસણી કરી હાલની પરીસ્થીતીમાં જે લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયેલ હોય તેવા લોકોનાં દ્યરે જ સંપુર્ણ રીતે આરોગ્ય તપાસ વિનામુલ્યે કરી આપવામાં આવે છે. જેમા કોરોના માટેનો એન્ટીજન ટેસ્ટ પણ કરી આપવામાં આવશે તેમજ જે કોઇ વ્યકિત બિમાર જણાય તેવોને દવા પણ ધનવંતરી રથ મારફત આપવામાં આવશે. આથી તમામ વોર્ડ નં. ૧૧ નાં નાગરીકોને વિનંતી કરવામાં આવે છે કે આપના વિસ્તારમાં ધનવંતરી રથ અને ટેસ્ટીંગ વાન નીચે મુજબની તારીખે મુલાકાત લેનાર હોય, આ સેવાનો મહત્ત્।મ લાભ લેવા વોર્ડ નં.૧૧નાં સર્વે લોકોને મ્યુ.કમિશનર ઉદ્દિત અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવે છે. 

આ સિવાય વધુમાં જણાવવાનું કે કે રાજકોટ મહાનગરપાલિકા તરફ થી તબીબી સારવાર માટે જે કોઇ લોકોને તાવ આવતો હોય તેવા કિસ્સામાં હેલ્પ લાઇન નં. ૧૦૪, ૧૦૮ ની સેવાનો લાભ લેવા તેમજ વોર્ડ નં. ૧૧ હસમુખભાઇ સંઘાણી આરોગ્ય કેન્દ્ર નાના મૌવા ચોક ખાતે તબીબી તપાસ કરાવવા અનુરોધ છે.

 ઝોન – ૧ (દ્યનવંતરી રથ– ૧)

તારીખ

વાર

વિસ્તાર

૦૯/૦૯/૨૦૨૦

બુધવાર

ઉદયનગર તથા લાગુ વિસ્તાર

૧૦/૦૯/૨૦૨૦

ગુરૂવાર

ખીજડાવાળા રોડ પર આવેલ સાનિધ્ય બંગલો, ગીરનાર સોસાયટી,

 

 

વિશ્વનગર, આદિત્ય પાર્ક તથા લાગુ વિસ્તાર

૧૧/૦૯/૨૦૨૦

શુક્રવાર

માયાણી આવાસ, વિશ્વનગર આવાસ, મારૂતી નગર, ચામુડા નગર,શોભના

 

 

સોસાયટી, સરદાર નગર, પુનમ સોસાયટી તથા લાગુ વિસ્તાર,

૧૨/૦૯/૨૦૨૦

શનિવાર

નહેરૂનગર સોસાયટી, વિરલ સોસાયટી, રામ વિહાર તથા લાગુ વિસ્તાર 

ઝોન – ૨ (કોવીડ ટેસ્ટીંગવાન- ૨)

તારીખ

વાર

વિસ્તાર

૦૯/૦૯/૨૦૨૦

બુધવાર

શાસ્ત્રીનગર પાર્ટ

૧૦/૦૯/૨૦૨૦

ગુરૂવાર

કલ્યાણ પાર્ક, શ્રી રામ પાર્ક, પ્રણામી પાર્ક, બેકબોન પાર્ક તથા લાગુ વિસ્તાર

૧૧/૦૯/૨૦૨૦

શુક્રવાર

ન્યુ ગાંધીનગર, ધરમનગર તથા લાગુ વિસ્તાર

૧૨/૦૯/૨૦૨૦

શનિવાર

અલય પાર્ક, તિરૂપતિ પાર્ક,ગોવિંદ પાર્ક, સિલ્વર ગોલ્ડ, ઓમ રેસીડેન્સી, ગોલ

 

 

રેસીડેન્સી તથા લાગુ વિસ્તાર

૧૩/૦૯/૨૦૨૦

રવિવાર

ગોવિંદરત્ન બંગલોઝ, ગોવિંદરત્ન પાર્ક, રામ પાર્ક આવાસ યોજના, સાગર ચોક

 

 

આવાસ યોજના તથા લાગુ વિસ્તાર

                 ઝોન –૩ (દ્યનવંતરી રથ –૩)

તારીખ

વાર

વિસ્તાર

૦૯/૦૯/૨૦૨૦

બુધવાર

જલારામ સોસાયટી, કિષ્ના પાર્ક, લાભદિપ સોસાયટી, શ્રી હરિ સોસાયટી

 

 

તથા લાગુ વિસ્તાર

૧૦/૦૯/૨૦૨૦

ગુરૂવાર

પટેલ નગર, રાજદિપ સોસાયટી,વેલદિપ સોસાયટી, પ્રિયદર્શિની સોસાયટી,

 

 

માટેલ પ્રણામી પાર્ક તથા લાગુ વિસ્તાર

૧૧/૦૯/૨૦૨૦

શુક્રવાર

અવધ, મધુવન પાર્ક,શિવમ, કાવેરી પાર્ક, મવડી ગામ તથા લાગુ વિસ્તાર

           ઝોન – ૪ (કોવીડ ટેસ્ટીંગવાન- ૪)

ક્રમ નં.

તારીખ

વાર

૦૯/૦૯/૨૦૨૦

બુધવાર

૧૦/૦૯/૨૦૨૦

ગુરૂવાર

૧૧/૦૯/૨૦૨૦

શુક્રવાર

૧૨/૦૯/૨૦૨૦

શનિવાર

(3:40 pm IST)