Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

પ્લાઝમા ડોનેટ કરનાર પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાનું સન્માન કરતાં પોલીસ કમિશનર

લોકોને વધુ પ્લાઝમા ડોનેટ કરવા અપિલ

રાજકોટઃ કોરોના મહામારીમાં જે લોકો કોરોનાથી સંક્રમિત થયા પછી સાજા થયા હોય તેઓ ૨૮ દિવસ પછી પોતાના પ્લાઝમાનું અન્ય કોરોના દર્દીને સાજા કરવા માટે દાન કરી શકે છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ કે જેઓ અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હોય અને ૨૮ દિવસ થઇ ગયા હોય તેને પ્લાઝમા ડોનેટ કરવા આહવાન કર્યુ હોઇ તે અંતર્ગત ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાએ ગઇકાલે પ્લાઝમા ડોનેટ કરી બીજા અધિકારીઓ, કર્મચારીઓ માટે પ્રેરણા પુરી પાડી હતી. પ્રજાજનને મદદરૂપ થવાની શ્રી ધાંધલ્યાની આ ભાવનાને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ બિરદાવી હતી અને આજે તેમને પ્રશસ્તીપત્ર એનાયત કરી સન્માન કર્યુ હતું. શ્રી અગ્રવાલે અન્ય લોકોને પણ પ્લાઝમા ડોનેટ કરવા આહવાન કર્યુ છે. કોરોના કાળના લોકડાઉનમાં પોલીસ અનેક રીતે લોકોને મદદ કરતી રહી છે.

(3:45 pm IST)